નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Online 7 12 Utara: 7/12 ઉતારાથી જમીનની માલિકી કેવી રીતે ચકાસવી. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય તેની બેસ્ટ રીત.
પરિચય
ગુજરાતમાં જમીન અંગેની સૌથી મહત્વની દસ્તાવેજી વિગત 7/12 ઉતારો (Online 7 12 Utara) છે. ગામની જમીન અંગેનો હક, માલિકી, વિસ્તાર, પાક, દેવું, હકદારો વગેરેનો રેકોર્ડ આ એક જ દસ્તાવેજમાં મળી જાય છે. જો તમે કોઈ જમીન ખરીદવા માંગતા હો, ભાડે લેવી હોય કે તમારા નામે માલિકી સાચી દર્શાય છે કે નહીં તે ચકાસવું હોય તો 7/12 ઉતારાથી માલિકી ચકાસવી સૌથી વિશ્વસનીય રીત છે.
Online 7 12 Utara ડિટેલ
| આર્ટિકલનો વિષય | Online 7 12 Utara: 7/12 ઉતારાથી જમીનની માલિકી કેવી રીતે ચકાસવી |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
Online 7 12 Utara શું બતાવે છે?
7/12 ઉતારામાં નીચેની વિગતો માલિકી ચકાસવામાં મદદ કરે છે:
- હોનર અથવા માલિક / હકદારનું નામ
- એકથી વધુ માલિક હોય તો તમામના નામ
- વારસાગતનુ નામ
- ભાગીદારીવ્યક્તિનું નામ
- જમીનનું સાચું સર્વે નંબરની માહિતી
- તેની સાથે સંબંધિત સબ-ડિવિઝન નંબરની વિગત
- હેક્ટર/આર/ચો.મી.માં વિસ્તાર બતાવે છે
- જો બેંક લોન લીધેલ હશે તો તે પણ બતાવવામાં આવશે.
- તે જમીન પર શું વાવેલ છે તે પાકની માહિતી આપવામાં આવે છે.
- લીઝ / ભાડે આપેલી જમીનની વિગત વગેરે
7/12 ઉતારાથી જમીનની માલિકી ચકાસવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
જો તમે 7/12 ઉતારાથી જમીનની માલિકી ચકાસવાની માહિતી ઓનલાઈન જોવા માંગતા હો, તો વેબસાઈટ તપાસવા માટે નીચે દર્શાવેલ પગલાં અનુસરો. જો તમે ઘરે બેઠા જમીન માલિકી ચકાસણી કરવા માંગતા હો, તો નીચેના પગલાંઓ અનુસરો.
- સૌથી પહેલાં તમે તમારા ફોન કે લેપટોપ પર ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ ખોલો.
- AnyRoR Gujarat અથવા i-ORA Portal પોર્ટલ ખોલો.
- અથવા મોબાઇલ એપ (AnyRoR App / iORA App) આ પોર્ટલ પર ગામની જમીનના રેકોર્ડ ઉપલબ્ધ છે.
- ત્યારબાદ “View Land Records” વિકલ્પ પસંદ કરો.
- 7/12 Utara (Rural Land Record) અથવા VF-7 (Record of Rights)
- જમીનની માલિકી તપાસવા આ ઉપર મુજબના બે વિકલ્પ સૌથી જરૂરી છે.
- એટલું થય ગયા પછી વિસ્તાર પસંદ કરો જેમ કે જિલ્લો, તાલુકો, ગામ વગેરે પસંદ કરવાનું રહેશે.
- પછી જમીન વિશેની માહિતી દાખલ કરો સર્વે નંબર (Survey Number), ખાતા નંબર, માલિકનું નામ એટલું નાખવાનું રહેશે.
- પછી Captcha ભરો અને Get Details કરો.
- ત્યારબાદ 7/12 ઉતારો ઓપન કરો.
- આ પેજ પર તમને જમીનનો સંપૂર્ણ 7/12 ઉતારો જોવા મળશે જેમાં નીચેની માહિતી બતાવવામાં આવે છે
- જમીનના માલિકનું નામ, Survey / Block Number, જમીનનો વિસ્તાર, હકો / હકદાર, પાકની વિગતો, બાંધછોડ (Encumbrances), ખાતાધારકોની યાદી વગેરે.
માલિકી સંપૂર્ણ ચકાસવા નીચેના 3 દસ્તાવેજ હંમેશા જુઓ
- VF-7 (7/12 Utara)
- VF-8A → ખાતા વિગત
- VF-6 Entry → ફેરફાર એન્ટ્રી
- આ ત્રણ દસ્તાવેજો સાથે જમીનનું 100% સચોટ Owner Verification થઇ શકે છે.
FAQs: Online 7 12 Utara
Q.1) 7/12 ઉતારો માલિકીનો પુરાવો છે?
જવાબ: હા, તે જમીનની મૂળભૂત માલિકી અને હકો દર્શાવે છે, પરંતુ રજિસ્ટેંડ+ સર્ટિફિકેટ એન્ટ્રી સાથે જ માલિકી પૂર્ણ થાય છે.
Q.2) Online 7 12 Utara માં નામ ખોટું હોય તો શું કરવું?
જવાબ: મામલતદાર / તલાટી કચેરીમાં Correction Entry માટે અરજી કરવી.
Q.3) જમીન પર લોન છે કે નહીં તે કેવી રીતે ખબર પડે?
જવાબ: 7/12 ની Remarks કોલમમાં બેંકનું નામ, લોનની વિગતો લખાયેલી હોય છે.
Q.4) 7/12 ઉતારો ઓનલાઈન કાઢેલા ચાલે છે?
જવાબ: જોઈ શકાય છે, પણ રજિસ્ટ્રી અથવા કોર્ટ માટે Certified Copy ફરજીયાત છે.
Q.5) વેચનારનું નામ Online 7 12 Utara માં ન હોય તો ખરીદી કરી શકાય?
જવાબ: ના. એન્ટ્રી અપડેટ થયા પછી જ ખરીદી કરવી.
સમાપન
જમીન ખરીદ, વેચ અથવા માલિકી ચકાસવાની દરેક પ્રક્રિયામાં 7/12 ઉતારો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે 7/12 ઉતારાને સારી રીતે તપાસશો, તો છેતરપિંડી અથવા માલિકી સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો.