નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Anyror Gujarat 7/12 ઘરે બેઠા જમીનનો નકશો જુવો. 7/12 ઉતારો ઓનલાઈન કાઠવાની સૌથી સરળ રીત. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય તેની બેસ્ટ રીત.
પરિચય
તમે ઘરે બેઠા તમારા જમીનના રેકોર્ડ ચેક કરી શકો છો, કે આ કોની મિલકત છે અને આ મિલકત વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તમારા મોબાઇલ કે કમ્પ્યુટર પરથી 7/12 ઉતારો, 8A અને 6 જેવા જમીન રેકોર્ડ ઓનલાઈન જોઈ શકો છો. આજના ડિજિટલ યુગમાં જમીનનો રેકોર્ડ જોવા માટે હવે દફ્તરોના ધક્કા ખાવાની જરૂર નથી. Gujarat સરકારની Anyror Gujarat 7/12 (Any Record of Rights Anywhere) વેબસાઇટ દ્વારા 7/12 ઉતારો ખૂબ જ સરળતાથી ઓનલાઈન જોઈ શકાય છે.
Anyror Gujarat 7/12 Utara ડિટેલ
| આર્ટિકલનો વિષય | Anyror Gujarat 7/12: ઘરે બેઠા મફતમાં જમીનનો નકશો જુવો. |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
AnyRoR Gujarat 7/12 શું છે?
એ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ છે, જ્યાં તમે જમીનના ડિજિટલ રેકોર્ડ જોઈ શકો છો. અહીંથી તમે જોઈ શકો છો.
- 7/12 ઉતારો (VF-7)
- 8A ઉતારો (VF-8A)
- 6 (Entry details)
- Property card (શહેર વિસ્તારો માટે)
કોઈ પણ ફી વગર તમે આ માહિતી જોઈ શકો છો.
Anyror gujarat 7/12 ઉતારા ઓનલાઇન ચેક કેવી રીતે કરવું?
જો તમારે જાણવું હોય કે આ જમીન કે મિલકત કોના નામની છે તો તો તમે હવે સરળતાથી ચેક કરી શકો છો. જમીનના રેકોર્ડ કરવાની બે રીત છે એક તો તમે સરકારી કચેરીની મુલાકાત લઈને ચેક કરી શકો છો અને બીજું કે તમે ઓનલાઇન (AnyRoR Gujarat 7/12) બધી જ વિગતો ચેક કરી શકો છો કે આ જમીન કોના નામની છે
- સૌથી પહેલાં તમે તમારા મોબાઇલ કે કમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલો અને નીચેની સાઇટ ખોલો: https://anyror.gujarat.gov.in

- વેબસાઇટ ખોલ્યા પછી જો તમે ગામડા માટે 7/12 ઉતારા ચેક કરવા માંગો છો તો તમારે View Land Record – Rural તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક નવા પેજ ઉપર ડાયરેક્ટ કરશે.
- હવે તમારી સામે જિલ્લા તાલુકા અને ગામનું નામ અને સર્વે નંબરની વિગતો પૂછવામાં આવશે તે તમારે નાખવાની રહેશે.

- ગામ, તાલુકો, જિલ્લો સિલેક્ટ કરી લીધા પછી તમારે વેરિફિકેશન કોડ એટલે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get Record Details ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારો જમીનનો રેકોર્ડ જોવા મળશે.
- આટલું થય ગયા પછી તમારો Survey Number અથવા ખાતાનું નામ દાખલ કરો અને “Get Record Details” પર ક્લિક કરો.
- હવે તમારા જમીનનો 7/12 ઉતારો સ્ક્રીન પર દેખાશે.
- તમે આ ઉતારાનો PDF ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ પણ લઈ શકો છો.
7/12 ઉતારાની ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા
તમે ઘરે બેઠા ફોન પરથી Anyror Gujarat 7/12 નો ઉતારાની વિગત જોઇ તો લીધી છે. પણ તમારે તેનો ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમા લેવો છે, તો તમારે તેના માટે તાલુકા કચેરી જય ને ઉતારો કાઠવો પડસે. તો તેનાં માટે ક્યાં ક્યાં સ્ટેપ ફોલો કરવા તેની વાત નિચે મુજબ કરવામા આવી છે.
- સૌથી પહેલા તમારા ગામના તલાટી-કમ-મંત્રિની ઓફિસ જાઓ.
- તેમને કહો: “મને Federal / Certified 7/12 Utara ની નકલ જોઈએ છે.
- એટલે એ તમને અરજી ફોર્મ આપશે તે તમારે ભરવાનું રહેશે.
- તે અરજી ફોર્મમાં નામ, સરનામું, જરૂરી દસ્તાવેજ જોડો.
- ₹20 થી ₹50 ફી ભરવી પડે છે (ગામ મુજબ અલગ હોઈ શકે).
- આટલું બધું થય ગયા પછી 1 થી 3 દિવસમાં સહીવાળો 7/12 ઉતારો મળી જશે.
AnyRoR Gujarat 7/12 FAQs – અવારનવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : ગુજરાતમાં જમીન અને મિલકતના રેકોર્ડ ચેક કરવા માટે વેબસાઇટ શું છે?
જવાબ : જમીન રેકોર્ડ ચેક કરવા માટે વેબસાઇટ https://anyror.gujarat.gov.in છે.
પ્રશ્ન 2. શું AnyRoR Gujarat 7/12 પરથી મળેલ માન્ય છે?
જવાબ: હા, પરંતુ કાનૂની ઉપયોગ માટે સહીવાળો નકલો જોઈએ.
પ્રશ્ન 3. સર્વે નંબર શોધવો હોય તો?
જવાબ: તમે ગામની જૂની રસીદ, તલાટી ઓફિસ, અથવા 8A ઉતારા પરથી શોધી શકો છો.
પ્રશ્ન 4. રેકોર્ડમાં ભૂલ હોય તો શું કરવું?
જવાબ: તલાટી અથવા મામલતદાર ઓફિસમાં અરજી કરવી પડે.
પ્રશ્ન 5. શું આ સેવા મફત છે?
જવાબ: હા, સંપૂર્ણપણે મફત છે.
નિષ્કર્ષ
AnyRoR Gujarat પોર્ટલ દ્વારા 7/12 ઉતારો, Land Measurement, Land Survey no ઓનલાઇન જોવો હવે ખૂબ જ સરળ બની ગયું છે. તમે ઘરેથી મોબાઇલ કે લેપટોપ દ્વારા જ જમીનની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ખેડૂતો, જમીન માલિકો અને ખરીદદારો માટે આ એક બહુ ઉપયોગી સેવા છે.