નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Online Survey Number: 1 મીનીટમાં મેળવો જમીનનો સર્વે નંબર કેવી રીતે ચકાસવી. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય તેની બેસ્ટ રીત.
પરિચય
આજના ડિજિટલ યુગમાં હવે જમીનને લગતા મોટા ભાગના કામ માત્ર મોબાઇલથી શક્ય બની ગયા છે. અગાઉ જમીનનો સર્વે નંબર (Survey Number), 7/12 ઉતારો કે નકશો મેળવવા માટે તલાટી કચેરી અથવા તાલુકા કચેરીના ફેરા લગાવવા પડતાં, પરંતુ હવે Digital Land Records App દ્વારા તમે ઘરે બેઠા જ ફ્રીમાં આ બધી માહિતી મેળવી શકો છો.
Survey Number ડિટેલ
| આર્ટિકલનો વિષય | Survey Number: 1 મીનીટમાં મેળવો જમીનનો સર્વે નંબર. |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
સર્વે નંબર શું હોય છે?
Survey Number એટલે સરકાર દ્વારા જમીનને અપાયેલ એક ખાસ નંબર. આ નંબર પરથી નીચેની માહિતી મળી શકે છે.
- જમીનનું સ્થાન (લોકેશન) ત્યારબાદ,
- માલિકનું નામ
- જમીનનું ક્ષેત્રફળ (એરિયા)
- 7/12 ઉતારો
- જમીનનો નકશો (Cadastral Map) વગેરે.
Digital Land Records App દ્વારા Survey Number કેવી રીતે કાઢવો?
Digital Land Records App જમીન સંબંધિત તમામ માહિતી મેળવવા માટે બનાવવામાં આવેલી એક સરળ મોબાઇલ એપ છે. તેની મદદથી તમે Survey Number, 7/12, 8A અને જમીનનો નકશો ઘરે બેઠા ફ્રીમાં જોઈ શકો છો.
- સૌથી પહેલાં તમે તમારા ફોન કે લેપટોપમાં ગુગલ પ્લેય સ્ટોરમાં ખોલો.
- Search બોક્સમાં લખો: Digital Land Records App
- 4+ રેટિંગ અને ગુજરાતનું Land Record સપોર્ટ કરતી એપ પસંદ કરો.
- ત્યારબાદ ઇન્સ્ટોલ પર ક્લિક કરો.
- ઇન્સ્ટોલ થયા પછી તે એપને ઓપન કરો.
- એપને ખૂલ્યા પછી તમને સિલેકટેડ સ્ટાર્ટS પૂછશે, ત્યાં ગુજરાત પસંદ કરો.
- આટલું થઈ ગયા પછી View Land Records, Search By Name, Search by Khata Number, Search by Survey Number જેવા ઓપ્શન દેખાશે તેમાંથી તમારે સર્વે નંબર ઓપ્શન પસંદ કરવાનું રહેશે.
- પછી જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.
- Owner Name વિકલ્પ પસંદ કરી, માલિકનું નામ નાખીને. Search / View Record પર ક્લિક કરો.
- અને બીજી રીત છે ખાતાનંબર નાખીને. સર્ચ પર ક્લિક કરો.
- સર્ચ કર્યા પછી એપ તમારી જમીનનો સંપૂર્ણ રેકોર્ડ બતાવશે. તેમાં માલિકનું નામ, ખાતા નંબર, સર્વે નંબર, જમીનનું ક્ષેત્રફળ, જમીનની વિગત બધી જ વિગત તમે સરળતાથી સર્વે નંબર મેળવી શકશો.
Survey Number થી તમે શું-શું કરી શકો?
એકવાર Survey Number મળી જાય પછી તમે નીચે મુજબનું ડાઉનલોર્ડ કરી શકો છો.
- 7/12 ઉતારો ડાઉનલોડ કરી શકો છો
- જમીનનો નકશો જોઈ શકો છો
- જમીનની ખરીદી/વેચાણ પહેલા ચકાસણી કરી શકો
- બેન્ક લોન માટે ઉપયોગી દસ્તાવેજ મેળવી શકો
Survey Number શોધવા માટે શું જરૂરી પડશે?
સર્વે નંબર શોધવા માટે નીચેની થોડી માહિતી હોવી જરૂરી છે.
- જિલ્લો
- તાલુકો
- ગામનું નામ
- જમીન માલિકનું નામ (જો હોય તો)
- ખેતીની આસપાસનો અંદાજ (optional)
આટલી માહિતીમાંથી પણ તમે સર્વે નંબર મેળવી શકો છો.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. Digital Land Records એપ શું છે?
જવાબ: Digital Land Records App એવી મોબાઇલ એપ છે જેમાંથી સર્વે નંબર, 7/12 ઉતારો, 8A અને જમીનનો નકશો જેવી જમીનની માહિતી ઘરે બેઠા મોબાઇલથી જોઈ શકાય છે.
Q2. શું Survey Number વગર 7/12 કાઢી શકાય?
જવાબ: હા, તમે માલિકના નામથી પણ 7/12 કાઢી શકો છો અને ત્યાં સર્વે નંબર મળી જશે.
Q3. આ એપ સરકારી છે કે પ્રાઇવેટ?
જવાબ: એપ પ્રાઇવેટ હોઈ શકે, પરંતુ ડેટા સીધા ગુજરાત ગવર્મેન્ટના AnyRoR અને Bhulekh પોર્ટલ પરથી લેવામાં આવે છે. માહિતી 100% સેફ અને વિશ્વસનીય હોય છે.
Q4. શું Survey Number બદલાઈ શકે છે?
જવાબ: હા, જમીન વિભાજન થયા પછી બદલાઈ શકે છે.
Q5. શું આ સેવા સંપૂર્ણ ફ્રી છે?
જવાબ: હા, AnyRoR અને સરકારી એપ્સ પર સર્વે નંબર શોધવું ફ્રી છે.
અંત
અંતમાં એટલું જ કે Digital Land Records App જમીન સંબંધિત માહિતી મેળવવા માટે સૌથી સરળ અને ઝડપી માર્ગ છે. હવે તમે ઘરે બેઠા માત્ર મોબાઇલમાં થોડા સ્ટેપ્સ કરીને Survey Number, 7/12, 8A અને જમીનનો નકશો (Land Measurement) ફ્રીમાં જોઈ શકો છો. આ એપ ખેડૂતોથી લઈને જમીન ખરીદનાર સુધી દરેક માટે ઉપયોગી છે. જ્યાં સર્વે નંબર જેવી અગત્યની માહિતી પહેલા કચેરીમાં જવાની જરૂર હતી, ત્યાં હવે એ જ માહિતી 1 મિનિટમાં તમારા ફોન પર ઉપલબ્ધ છે. આથી, તમને જમીનના રેકોર્ડ વિશે કોઈ પણ સમય, કોઈ પણ જગ્યાએથી ચોક્કસ અને સાચી માહિતી મળી રહે છે, એ જ આ એપનો સૌથી મોટો લાભ છે.