નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7/12 Digital Online કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.
પરિચય
Digitally 7/12 ઉતારો એટલે તમારી જમીનનો રેકોર્ડ જે હવે ઑનલાઇન દ્વારા ઉપલબ્ધ છે. આ ઉતારો ગુજરાત સરકારના AnyROR Portal પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે તમારા જમીનના દસ્તાવેજો મોબાઇલ અથવા કમ્પ્યુટર પરથી મફતમાં જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. આ દસ્તાવેજ ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો અને બેંક લોન માટે ખૂબ ઉપયોગી છે.
7/12 Digital ડિટેલ
| આર્ટિકલનો વિષય | 7/12 Digital Online: 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા? |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
Digital 7/12 ઉતારાની જરૂર કેમ પડી?
અગાઉ 7/12 ઉતારો મેળવવા માટે લોકોને તલાટી અથવા મમલતદાર કચેરીમાં જવું પડતું હતું. પરંતુ હવે e-Dhara Project અંતર્ગત દરેક ગામના રેકોર્ડને ડિજિટલ ફોર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. બેન્ક લોન લેવા માટે ,કે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે 7/12 Digital ઉતારાની જરૂર પડતી હોય છે, તેના ફાયદા નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો નીચે વાંચી શકો છો.
ફાયદા
- ઘરે બેઠા જમીનનો ઉતારો જોઈ શકાય.
- દસ્તાવેજ હંમેશા અપડેટેડ રહે છે.
- ભ્રષ્ટાચાર અને ભૂલોમાં ઘટાડો થાય છે.
- કાયદેસર e-signed નકલ સરળતાથી મળે છે.
- લોન, સબસીડી અથવા સરકારી યોજના માટે તરત ઉપયોગી સાબિત થાય છે.
712 Digital ઉતારાના મુખ્ય ફાયદા
| ક્રમાંક | ફાયદો | વિગત |
|---|---|---|
| 1 | સમય બચત | ઘરે બેઠા ઉતારો મેળવી શકાય |
| 2 | પારદર્શકતા | દરેક રેકોર્ડ સરકારી સર્વર પર ઉપલબ્ધ |
| 3 | કાયદેસર દસ્તાવેજ | e-Dhara દ્વારા જારી ઉતારો લિગલ માન્ય છે |
| 4 | ભૂલોમાં ઘટાડો | માનવીય એન્ટ્રીની ભૂલોમાં ઘટાડો થયો |
| 5 | Online Verification | બેંક, કોર્ટ અથવા યોજના માટે સરળ ચકાસણી |
મોબાઇલમાં 7/12 Digital ઉતારો મેળવવાની રીત
જો તમે ફોનમાં મેળવવા માગતા હો, તો નીચેની એપ ઉપયોગી છ.
- AnyROR Gujarat App
- iORA Gujarat App
આ બે એપ માંથી આપડે AnyROR Gujarat Appમાં કઈ રીતે જોઈ શકાય તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે. જે નીચે મુજબ આપવામાં આવેલ છે તે સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
Digital 7/12 ઉતારો કેવી રીતે મેળવવો?
જમીનની માલીકીનો પુરાવો એટલે 7/12 નો પુરાવો એટલે Digital 7/12 ની નકલ કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધકા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે.
- સૌથી પહેલા તમે બ્રાઉઝર ખોલો અને Gujarat Governmentની AnyROR વેબસાઇટ ખોલો: https://anyror.gujarat.gov.in જેની તસ્વીર નીચે મુજબ છે.

- વેબસાઇટ ખોલ્યા બાદ તમારે મોબાઈલ નંબર અને OTP નાખવો.

- લોગીન થય ગયા પછી તમારે કોઈ પણ એક જીલ્લો, તાલુકો, ગામનું નામ પસંદ કરવાનો રહશે અને સર્વે નંબર નાખવાનો રહેશે. જે નીચે મુજબ છે.

- એટલું થય ગયા પછી તમને તમારી જમીનના 7/12 નો ઉતારો ફોનની કે લેપટોપની સ્ક્રીન પર જોવા મળશે.
- ત્યારબાદ “Print / Save PDF” પર ક્લિક કરીને 7/12 ઉતારો ડાઉનલોડ કરો છો.
digital 712 જરૂરી દસ્તાવેજો
e-Dhara કેન્દ્ર અથવા Mamlatdar officeમાંથી મળતું “7/12 નકલ માટેનું ફોર્મ” ભરવું પડે છે. ફોર્મમાં નીચેની માહિતી આપવી પડે.
- અરજદારનું નામ અને સરનામું
- જમીનનો સર્વે નંબર
- ગામ, તાલુકા અને જિલ્લાનું નામ
- જે પ્રકારનો ઉતારો જોઈએ તે (7/12 / 8A / Record Copy)
7/12 Digital ઉતારાની માન્યતા
ડિજિટલ રીતે મળેલો ઉતારો e-Dhara System હેઠળ હોય છે અને તે કાયદેસર રીતે માન્ય છે. તેનો ઉપયોગ તમે નીચેના માટે કરી શકો છો:
- બેંક લોન માટે અરજી કરવી હોય તો ત્યાં ઉપયોગ થશે.
- જમીન વેચાણ / ખરીદી જેવી પ્રક્રિયા કરવી હોય તો ત્યાં 7/12 ઉતારાનો ઉપયોગ થશે.
- ખેતી માટે કોઈ પણ પ્રકારની સહાય જોતી હોય તો ત્યાં કામ લાગશે.
- રેકોર્ડ ચકાસણી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. શું 7/12 Digital ઉતારો મફતમાં મળે છે?
જવાબ: હા, AnyROR Portal પરથી ઉતારો મફતમાં જોઈ શકાય છે.
Q2. શું ડિજિટલ ઉતારો કાયદેસર છે?
જવાબ: હા, e-Dhara દ્વારા જારી ઉતારો કાયદેસર રીતે માન્ય છે.
Q3. જો 7/12 Digital ઉતારામાં ભૂલ હોય તો શું કરવું?
જવાબ: નજીકના e-Dhara કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં સુધારણી અરજી કરવી.
Q4. શું 8A ઉતારો પણ આ રીતે મળી શકે?
જવાબ: હા, AnyROR Portal પર “View 8A” વિકલ્પ દ્વારા મળી શકે છે.
સમાપન
7/12 Digital ઉતારો એ ગુજરાતની ડિજિટલ ગવર્નન્સની મોટી સફળતા છે. હવે દરેક જમીનધારક પોતાના દસ્તાવેજોને ઓનલાઇન જોઈ, Land Measurement, Land Survey, ચકાસી અને ઉપયોગ કરી શકે છે. તે પણ મફતમાં અને કાયદેસર રીતે.