નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Survey Number Online કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.
પરિચય
ભારતમાં જમીનની માહિતી મેળવવા માટે સર્વે નંબર (Survey Number Online) ખુબ જ મહત્વપૂર્ણ છે. આ નંબરથી જમીન કયા ગામમાં છે, તેનું વિસ્તાર કેટલું છે અને કોણ તેનો માલિક છે તે જાણી શકાય છે. હવે આ માહિતી ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકાય છે. કોઈ સરકારી કચેરી જવાની જરૂર નથી.
આ લેખમાં આપણે જાણીએ કે Survey Number Online કેવી રીતે શોધવો, કયા પોર્ટલ અને એપ્સ ઉપયોગી છે, અને કઈ માહિતી મળી શકે છે.
જમીન સર્વે નંબર જોવા માટે એપ ડિટેલ
| આર્ટિકલનો વિષય | Survey Number Online કેવી રીતે શોધવો? |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
Survey Number Online શું છે?
Survey Number (સર્વે નંબર) એ જમીનનો એક અનોખો નંબર છે, જે દરેક ખેતર કે પ્લોટને ઓળખવા માટે સરકાર આપે છે. જમીન માપણી (Land Measurement) દરમિયાન દરેક જમીનનો વિસ્તાર માપીને તેને અલગ નંબર આપવામાં આવે છે.
ઉદાહરણ:
- ગામ: કડજોડ
- તાલુકો: વિસનગર
- Survey Number: 125/2
આ ઉદાહરણ માત્ર તમારી સમજણ માટે જ છે. આ નંબર દ્વારા જમીન માલિક, વિસ્તાર, પાક, હકદાર વગેરેની માહિતી મળી શકે છે.
Survey Number Online શોધવા માટેની વેબસાઇટ્સ
જમીન સર્વે નંબર જોવા માટે ખેડૂત મિત્ર સવથી પેલા તમારે ઘરે બેઢા જમીનના સર્વે નંબર જોવા માંગો છો. જમીન સર્વે નંબર જોવા માટે એપ ઘણી બધી રીતે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે.
- AnyROR Gujarat Portal: https://anyror.gujarat.gov.in
- iORA Gujarat Portal: https://iora.gujarat.gov.in
- Digital Gujarat Portal: https://www.digitalgujarat.gov.in
આ ત્રણેય પોર્ટલ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ્સ છે અને જમીન રેકોર્ડ મેળવવા માટે વિશ્વસનીય છે.
Land Survey Number Online મેળવવા માટે જરૂરી માહિતી
Survey Number Online શોધવા માટે નીચેની માહિતી જરૂરી છે.
- જિલ્લાનું નામ
- તાલુકાનું નામ
- ગામનું નામ
- માલિકનું નામ (જો Survey Number ખબર ન હોય)
- કેપ્ચા કોડ (વેરિફિકેશન માટે)
Survey Number Online કેવી રીતે શોધવો?
જો ખેડુત મિત્રો તમે પણ જમીનની ખરીદ-વેચન કરવા માંગો છો, અને ખેતરનો નકશો, ખેતરનો માલિક કોણ છે, ખાતેદાર કોન છે, કેટલી જમીન છે, કોના નામે છે, પછી કોય વ્યક્તિયે દબાણ કરેલુ છે કે કેમ સરકારની ગવચર જમીન છે, કે કેમ તે બધી માહિતી આના દ્વારા મળી જશે.
તો આજે આપણે વાત કરવાની છે કે Survey Number Online કેવી રીતે મેળવવા. તો તેની ઈમેજ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ વાત નીચે મુજબ છે.
- સૌથી પહેલાં તમારે ફોન કે લેપટોપ પર AnyROR Gujarat વેબસાઇટ ખોલો. જેમ કે આ વેબસાઈટ https://anyror.gujarat.gov.in.
- “View Land Record – Rural / Urban” પસંદ કરો: જો તમારી જમીન ગામમાં હોય Rural પસંદ કરો, જો શહેરમાં હોય Urban પસંદ કરો
- અહીંથી તમે Survey Number દ્વારા જમીનની વિગત જોઈ શકો છો.
- એટલું થાય ગયા બાદ વિકલ્પો બતાવશે જેમ કે: Survey Number, Owner Name, Entry Number, Old Scanning Number વગેરે મળશે. તેમાંથી Survey Number Online પસંદ કરો.
- ત્યારબાદ જિલ્લા (District), તાલુકો (Taluka) અને ગામ (Village) પસંદ કરો.
- જો Survey Number ખબર છે તો સીધો નાખો. અને જો ખબર નથી તો Owner Name થી પણ શોધી શકો છો.
- પછી “Get Record Details” બટન પર ક્લિક કરો.
- હવે તમારું 7/12 ઉતારા, 8A રેકોર્ડ, ખાતા ડિટેલ્સ, વગેરે માહિતી સ્ક્રીન પર દેખાશે.
- તમે અહીંથી PDF Download પણ કરી શકો છો.
ઉપયોગી ટિપ
જો Survey Number ખબર નથી પણ માલિકનું નામ ખબર હોય, તો પણ તમે શોધી શકો છો. Portal પર “Owner Name” વિકલ્પ પસંદ કરો અને નામ દાખલ કરો.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. શું Survey Number થી જમીન માલિકનું નામ જાણી શકાય?
જવાબ: હા, AnyROR Portal પર Survey Number નાખવાથી માલિકનું નામ અને વિગત મળી શકે છે.
Q2. શું સર્વે નંબર અને 7/12 ઉતારો એક જ છે?
જવાબ: નહીં, 7/12 ઉતારો એ દસ્તાવેજ છે જેમાં Survey Number સહિત જમીનની માહિતી હોય છે.
Q3. જો Survey Number Online ખોટો હોય તો શું કરવું?
જવાબ: નજીકના Talati કચેરી અથવા e-Dhara કેન્દ્રમાં જઈને સુધારણા અરજી કરો.
Q4. શું મોબાઇલમાં સર્વે નંબર જોઈ શકાય?
જવાબ: હા, AnyROR Gujarat App મારફતે જોઈ શકાય છે.
સમાપન
હવે જમીનનો Survey Number, Land Measurement, 7/12 utaro, શોધવો ખૂબ જ સરળ બની ગયો છે. ગુજરાત સરકારના AnyROR અને iORA Portal દ્વારા તમે જમીનનો સર્વે નંબર, માલિકની માહિતી અને ઉતારો ઘરે બેઠા મેળવી શકો છો. આથી ખેડૂત મિત્રો, જમીનધારકો અને સામાન્ય નાગરિકોને જમીન સંબંધિત પારદર્શકતા અને સરળતા મળી રહી છે.