નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Survey Number થી જમીનનો નકશો કેવી રીતે જોવો? ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીયે.
પરિચય
જમીનનો નકશો (Cadastral Map) એટલે કોઈ ચોક્કસ સર્વે નંબર હેઠળ આવેલી જમીનની સીમા, વિસ્તાર અને આસપાસના પ્લોટની સ્થિતિ દર્શાવતો નકશો. આ નકશો જમીન ખરીદવા-વેચવા, માપણી, કે માલિકી ચકાસવા માટે ખૂબ ઉપયોગી છે. હવે આ નકશો તમે Survey Number દ્વારા ઓનલાઈન જોઈ શકો છો. તે માટે સરકાર દ્વારા AnyROR, iORA અને Garvi Gujarat Portal જેવી સત્તાવાર વેબસાઇટ ઉપલબ્ધ છે.
સર્વે નંબર ડિટેલ
| આર્ટિકલનો વિષય | Survey Number થી જમીનનો નકશો કેવી રીતે જોવો? |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ઘરે બેઠા ઓનલાઈન જમીનનો નકશો. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| જમીનની નકલ માટે શું કરવું પડશે. | ઓનલાઈન પદ્ધિતી દ્વારા. |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | https://anyror.gujarat.gov.in/ |
મોબાઇલથી જમીનનો નકશો જોવાની રીત (App દ્વારા)
ખેડૂત મિત્ર સવથી પેલા તમારે ઘરે બેઢા જમીનના survey Number જોવા માંગો છો. જમીન સર્વે નંબર જોવા માટે એપ ઘણી બધી રીતે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે.
- AnyROR Gujarat App (Official)
- BhuNaksha Gujarat App
- Land Record Gujarat App
- Maps of India / Google Earth App
Tip: GPS Location On રાખો, જેથી તમારી જમીનની ચોક્કસ સીમા અને સ્થાન સરળતાથી જોઈ શકાય.
જમીનના નકશામાં શું માહિતી મળે છે?
- જમીનના નકશાથી જમીનની સીમા,
- સર્વે નંબર / બ્લોક નંબર,
- એરિયા એટલે કે (વિસ્તાર),
- માલિક નામ / ખાતા નંબર,
- આસપાસના પ્લોટ નંબર,
- રોડ / નદી / સીમાચિહ્નો વગેરે જેવી માહિતી મળે છે.
Survey Number થી જમીનનો નકશો જોવાની ઑનલાઇન રીત.
જો ખેડુત મિત્રો તમે પણ જમીનની ખરીદ-વેચન કરવા માંગો છો, અને ખેતરનો નકશો, ખેતરનો માલિક કોણ છે, ખાતેદાર કોન છે, કેટલી જમીન છે, કોના નામે છે, પછી કોય વ્યક્તિયે દબાણ કરેલુ છે કે કેમ સરકારની ગવચર જમીન છે કે કેમ તે બધી માહિતી આના દ્વારા મળી જશે.
તો આજે આપણે વાત કરવાની છે કે જમીનના સર્વે નંબરથી જમીનનો નકશો કેવી રીતે જોવો?. તો તેની ઈમેજ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ વાત નીચે મુજબ છે.
- સૌથી પહેલાં તમે તમારા લેપટોપ કે ફોનમાં વેબસાઇટ ખોલો: https://anyror.gujarat.gov.in
- ત્યારબાદ હોમપેજ પર “View Land Record – Rural / Urban” પસંદ કરો.
- હવે Rural વિસ્તાર માટે “View Village Map” વિકલ્પ પર ક્લિક કરો.

- પછી નીચેની માહિતી પસંદ કરો:
- District (જિલ્લો)
- Taluka (તાલુકો)
- Village (ગામ)

- પછી તમારો Survey Number દાખલ કરો.

- “Get Map” અથવા “View Map” બટન દબાવો.
- તમારી જમીનનો Cadastral Map (Village Map) સ્ક્રીન પર દેખાશે.
FAQS (તમારા પ્રસ્નોનાં જવાબ નીચે છે)
Q1. Survey Number શું છે?
જવાબ: સર્વે નંબર એટલે જમીનનો અનોખો નંબર જે દરેક પ્લોટ અથવા ખેતરને ઓળખ આપે છે. આ નંબર જમીન માપણી વખતે સરકારી રેકોર્ડમાં નોંધાય છે.
Q2. Survey Number થી જમીનનો નકશો જોવાની સર્વિસ ફ્રી છે?
જવાબ: હા સરકારી વેબસાઇટ પર જમીનનો નકશો જોવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. આ સેવા સંપૂર્ણ મફત છે.
Q3. જમીનનો નકશો મોબાઇલમાં જોઈ શકાય છે?
જવાબ: હા, તમે AnyROR Gujarat App અથવા BhuNaksha App દ્વારા તમારા મોબાઇલમાં પણ Survey Number વડે જમીનનો નકશો જોઈ શકો છો.
Q4. નકશો જોવાથી જમીનની માલિકી સાબિત થાય છે?
જવાબ: ના, નકશો માત્ર માહિતી માટે છે. કાયદાકીય માલિકી સાબિત કરવા માટે 7/12 ઉતારો અથવા e-Dhara Kendraની પ્રમાણિત નકલ લેવી જરૂરી છે.
Q5. Survey Number ખોટો દાખલ થાય તો શું કરવું?
જવાબ: જો સર્વે નંબર ખોટો હોય તો સાચો નંબર e-Dhara Kendra કે Talati પાસે ચકાસવો જોઈએ. ભૂલ સુધારવા માટે Correction Entry પ્રક્રિયા કરાવી શકાય છે.
સમાપન
Survey Number વડે જમીનનો નકશો, Land Measurement, 7/12 Utaro Online જોવો હવે ખૂબ સરળ બન્યું છે. તમે AnyROR, iORA, અથવા Garvi Gujarat Portal પરથી તમારા ગામનો ડિજિટલ નકશો એક ક્લિકમાં જોઈ શકો છો. આ નકશો ખેડૂતો, જમીનમાલિકો અને રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ખૂબ ઉપયોગી છે.