નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7/12 utara Gujarat જમીનનો નકશો કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.
પરિચય
ગુજરાતમાં જમીનની વિગતો અને કાગળો હવે ડિજિટલ શૈલીમાં સરળતાથી મળી આવે છે. પારંપરિક રીતે તલાટી કચેરીમાં ગઈને મેળવાતા 7/12 ઉતારા અને જમીનનો નકશા હવે AnyROR અને BhuNaksha જેવા સરકારી પોર્ટલ્સ અને મોબાઇલ ઍપ્લિકેશનથી ઘરે બેઠા જોઈ શકશો. આ માર્ગદર્શિકા તમને Gujarat ના AnyROR અને BhuNaksha પોર્ટલ્સ દ્વારા 7/12 utara Gujarat આપેલા સર્વે નંબર પરથી સરળ અને ઝડપી રીતે જમીનનો નકશો (cadastral map) કઈ રીતે જોઈ શકાય તે સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે. જો તમે ક્યારેય Survey Number પરથી ભૂલેખ નકશો જોઈ ન હોય તો પણ, આ માર્ગદર્શિકા તમને સરળતાથી દિશા બતાવશે અને તમે હવે તમારા પ્લોટની સાચી ઓળખ અને સીમા સરળતાથી જાણી શકશો.
7/12 utara gujarat ડિટેલ
| આર્ટિકલનો વિષય | 7/12 utara થી જમીનનો નકશો કેવી રીતે જોવો? |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
7/12 utara Gujarat થી જમીનનો નકશો કેવી રીતે જોવો?
ગુજરાતમાં જમીનની માહિતી મેળવવા માટે હવે સરકારી ડિજિટલ પોર્ટલ્સ અને એપ્લિકેશન્સથી બધું ઓનલાઈન ઉપલબ્ધ છે. ખેડૂતો અથવા જમીન માલિકો 7/12 ઉતારો (7/12 utara Gujarat) અને સર્વે નંબર દ્વારા તેમની જમીનનો નકશો (Cadastral Map) પણ જોઈ શકે છે.
7/12 utara Gujarat શું છે?
7 12 ઉતારો એટલે જમીનનો રેકોર્ડ, જેમાં નીચેની વિગતો હોય છે. જે નીચે મુજબ ની વિગત આપવામાં આવી છે.
- જમીનનો સર્વે નંબર
- જમીનનું ક્ષેત્રફળ
- માલિકનું નામ
- ખેતીનો પ્રકાર
- પાકની વિગત
- કબજેદારનું નામ
આ રેકોર્ડ Revenue Department દ્વારા રાખવામાં આવે છે.
BhuNaksha Gujarat પોર્ટલથી નકશો જોવાના સ્ટેપ.
જમીનની માલીકીનો પુરાવો એટલે 7/12 utara Gujarat પરથી જમીનનો નકશો કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધકા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે.
- સૌથી પહેલા તમે લેપટોપ કે ફોન પર બ્રાઉઝર ખોલો અને https://bhunaksha.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
- ત્યારબાદ વેબસાઇટ ખોલ્યા બાદ તમારે મોબાઈલ નંબર અને OTP નાખવો.
- લોગીન થય ગયા પછી તમારે કોઈ પણ એક જીલ્લો, તાલુકો, ગામનું નામ પસંદ કરવાનો રહશે અને સર્વે નંબર નાખવાનો રહેશે.
- પછી “Map View” પર ક્લિક કરો.
- એટલું થય ગયા પછી તમને તમારા ફોન કે લેપટોપની સ્ક્રીન પર તમારા પ્લોટનો નકશો દેખાશે.
જરૂરી માહિતી
7/12 utara Gujarat પરથી જમીનનો નકશો કાઢવા માટે ઓનલાઈન વેબસાઈટ પરથી ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજ જોશે તે જાણો. નકશો જોવા માટે તમારે નીચેની વિગતો હોવી જરૂરી છે.
- જમીનના સર્વે નંબર.
- જમીનના માલિકનું જિલ્લાનું નામ.
- તાલુકાનું નામ
- ગામનું નામ વગેરે માહિતી હોવી જરૂરી છે. કોઈ ખાસ દસ્તાવેજ જરૂરી નથી.
7/12 utara Gujarat થી જમીનનો નકશો: FAQs
1. શું 7/12 ઉતારામાંથી જ નકશો જોઈ શકાય?
જવાબ: હા, 7/12 ઉતારામાં આપેલા સર્વે નંબર દ્વારા નકશો જોઈ શકાય છે.
2. શું જમીનનો નકશો મોબાઇલમાં જોઈ શકાય?
જવાબ: હા, AnyROR અથવા BhuNaksha એપથી સરળતાથી જોઈ શકાય છે.
3. 7/12 utara થી જમીનનો નકશો પ્રિન્ટ કરી શકાય?
જવાબ: હા, “Print” વિકલ્પથી PDF અથવા પ્રિન્ટ નકશો મેળવી શકાય છે.
4. શું નકશાની માહિતી કાયદેસર માન્ય છે?
જવાબ: હા, જો તે સરકારી પોર્ટલ પરથી લેવામાં આવી છે તો માન્ય છે.
સમાપન
હવે જમીનની નકશાની માહિતી મેળવવા માટે તલાટી અથવા મમલતદાર કચેરી જવાની જરૂર નથી. AnyROR અને BhuNaksha Gujarat જેવી ઓનલાઈન સર્વિસથી તમે ઘરે બેઠા તમારા મોબાઇલ કે કમ્પ્યુટર પરથી 7/12 utara Gujarat દ્વારા જમીનનો નકશો (Land Measurement) જોઈ શકો છો.