નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Anyror 7/12 Utara Gujarat થી ગ્રામીણ અને શહેરી જમીન રેકોડ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય.
પરિચય
ગુજરાત સરકાર દ્વારા Anyror 7/12 Utara Gujarat (Any Record of Rights) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેથી રાજ્યના લોકો પોતાનું જમીનનું શહેરી કે ગ્રામ્ય રેકોર્ડ ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકે. આ પોર્ટલથી ગ્રામ્ય (Village Land) તેમજ શહેરી (Urban Land) બંને પ્રકારની જમીનનો 7/12 ઉતારો, 8A રેકોર્ડ, અને અન્ય વિગતો સરળતાથી મળી શકે છે. પહેલાં જમીનનો ઉતારો મેળવવા માટે લોકો તલાટી અથવા મામલતદાર કચેરી જતાં, પરંતુ હવે આ બધું ઓનલાઈન ઉપલબ્ધ છે.
Anyror 7/12 Utara Gujarat ડિટેલ
| આર્ટિકલનો વિષય | Anyror 7/12 utara gujarat: 7/12 ઉતારાથી ગ્રામીણ અને શહેરી જમીન રેકોડ |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
ગ્રામીણ જમીનના રેકોર્ડ્સ Anyror 7/12 Utara Gujarat કેવી રીતે તપાસશો?
જો તમે લેન્ડ રેકોર્ડ ગુજરાત 7 12 સાતબારા ઉતરા અથવા 8A માહિતી ઓનલાઈન જોવા માંગતા હો, તો વેબસાઈટ તપાસવા માટે નીચે દર્શાવેલ પગલાં અનુસરો. જો તમે ગ્રામીણ જમીનના રેકોર્ડ્સ તપાસવા માંગતા હો, તો નીચેના પગલાંઓ અનુસરો.
- સૌથી પહેલા તમારા લેપટોપ પર https://anyror.gujarat.gov.in/ વેબસાઇટ પર લોગિન કરો.
- ત્યારબાદ હોમ પેજ પર “જુઓ જમીનનો રેકોર્ડ – ગ્રામીણ” પર ક્લિક કરો.

- તમને નીચેના પૃષ્ઠ પર રીડાયરેક્ટ (જવા દેવામાં) આવશે.

- “કોઈપણ પસંદ કરો” ડ્રોપ ડાઉન સૂચિમાંથી નીચે જણાવેલ કોઈ પણ વિકલ્પો પસંદ કરો. જેમ કે
- 1. જૂની સ્કેન કરેલી Vf-7/12 વિગતો (Anyror Gujarat 7 12),
- 2. માલિકના નામથી ખાટાને વિગતો,
- 3. પરિવર્તન માટે 135-D સૂચના,
- 4. જૂની સ્કેન કરેલી Vf-6 એન્ટ્રી વિગતો,
- 5. Vf-8a ખાટા વિગતો
- 6. Vf-6 એન્ટ્રી વિગતો
- 7. નવા સર્વે નંબર
- એટલું થય ગયાબાદ જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
- ‘Get Record Details’ બટન પર ક્લિક કરો. વિગતો ડિજિટલ ફોર્મેટમાં સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
Anyror 7/12 Utara Gujarat શહેરી જમીનના રેકોર્ડ કેવી રીતે તપાસવા?
ગ્રામીણ જમીનના રેકોર્ડની જેમ જ, શહેરી જમીનના રેકોર્ડ પણ Anyror Gujaratની વેબસાઇટ પરથી ચેક કરી શકાય છે. AnyROR ગુજરાતમાંથી શહેરી જમીનના રેકોર્ડ્સ મેળવવા માટે નીચે જણાવેલ પગલાં અનુસરો
- વેબસાઇટ એટલે કે anyror.gujarat.gov.in પર લોગિન કરો.
- હોમ પેજ પર “જુઓ જમીન રેકોર્ડ – શહેરી” પર ક્લિક કરો.

- તમને નીચેના પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં, તમારે નીચે દર્શાવેલ વિગતો ભરવાની રહેશે.

- “કોઈપણને પસંદ કરો” માંથી નીચે દર્શાવેલ કોઈપણ વિકલ્પો પસંદ કરો:
- 1. સર્વે નંબરની વિગતો,
- 2. નોંધ નંબર વિગતો,
- 3. 135-D નોટિસ વિગતો,
- 4. માલિકના નામ દ્વારા સર્વે નંબર,
- 5. મહિના-વર્ષ દ્વારા પ્રવેશ સૂચિ (વર્ષ અને મહિના દ્વારા નોંધોની વિગતો).
- ત્યારબાદ, વિગતો ભરો જેમ કે,જિલ્લો, સિટી સર્વે નંબર, વોર્ડ, વર્ષ, મહિનો.
- એકવાર વિગતો ભરાઈ જાય, કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Get Record Detail’ પર ક્લિક કરો. વિગતો ઓનલાઈન દર્શાવવામાં આવશે
AnyRoR 7/12 Utara Gujarat ઉતારોના લાભો
- AnyRoR 7/12 Utara Gujarat દ્વારા ઓનલાઇન અને ફ્રી સેવા મળી શકે છે.
- મોટી મોટી લાઈનમાં કચેરી જવાની જરૂર નથી.
- AnyRoR પોર્ટલ દ્વારા જમીનના સચોટ રેકોર્ડ મળે છે.
- આ પોર્ટલ દ્વારા ઘરે બેઠા કાઢી શકો છો એટલે સમય અને ખર્ચની બચત થાય છે.
મહત્વપૂર્ણ સૂચના
AnyRoR પર મળતો ઉતારો માત્ર માહિતી માટે છે. સત્તાવાર નકલ માટે તમને E-Dhara Kendra અથવા તલાટી કચેરીમાં જઈને પ્રમાણિત કાપી લેવી પડે છે.
AnyRoR 7/12 Utara Gujarat FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q1. AnyRoR Gujarat પોર્ટલ પરથી ઉતારો ડાઉનલોડ કરી શકાય છે?
જવાબ: હા, તમે PDF રૂપે ઉતારો જોઈ અને પ્રિન્ટ કરી શકો છો, પરંતુ તે માત્ર માહિતી માટે માન્ય છે.
Q2. 7/12 ઉતારો Urban જમીન માટે પણ મળે છે?
જવાબ: Urban માટે 7/12 નહીં પરંતુ Property Card અથવા 135D Record મળે છે.
Q3. જમીનનો નકશો ક્યાંથી જોઈ શકાય?
જવાબ: https://anyror.gujarat.gov.in નામની વેબસાઈટ છે ત્યાંથી.
Q4. સત્તાવાર કાપી ક્યાંથી મળે?
જવાબ: નજીકના E-Dhara Kendra અથવા Talati Office પરથી પ્રમાણિત કાપી મેળવી શકાય છે.
Q5. આ વેબસાઈટ પરથી બેય વિસ્તારની માહિતી મળી શકે છે?
જવાબ: હા AnyRoR વેબસાઈટ પરથી શહેરી અને ગ્રામીણ બેય વિસ્તારની માહિતી મળી શકે છે.
સમાપન
AnyRoR 7/12 utara Gujarat એ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોના લોકો માટે જમીન રેકોર્ડ જોવા માટેની સરળ અને સુરક્ષિત સેવા છે. હવે લોકો ઘરે બેઠા પોતાના 7/12 ઉતારા, 8A રેકોર્ડ, જમીન માપણી (Land Measurement), જમીનના સર્વે નંબર (Land Survey Number),અને પ્રોપર્ટી કાર્ડ જોઈ શકે છે. જે સમય અને ખર્ચ બંને બચાવે છે.