નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Gps Land Measurement App થી ગ્રામીણ અને શહેરી જમીન રેકોડ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય.
પરિચય
આજના સમયમાં જમીનની માપણી માટે હવે ટેપ, ચેઇન અથવા માપણી મશીનની જરૂર નથી. હવે તમે તમારા મોબાઇલના GPS (Gps Land Measurement App) દ્વારા જમીનનો વિસ્તાર (Area), લંબાઈ (Length), તથા સીમા (Boundary) સરળતાથી માપી શકો છો. આ ટેક્નોલોજી ખાસ કરીને ખેડૂતો, જમીનમાલિકો અને રિયલ એસ્ટેટ કામદારો માટે ખુબ ઉપયોગી છે.
Gps Land Measurement App ડિટેલ
| આર્ટિકલનો વિષય | Gps Land Measurement App: GPS દ્વારા જમીન માપણી |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | GPS Area Calculator |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
જીપીએસ માપણી એટલે શું?
GPS (Global Positioning System) ઉપગ્રહ દ્વારા આપણી સ્થિતિ (Location) બતાવે છે. જ્યારે તમે જમીનના ચાર ખૂણાઓ પર જઈને GPS પોઈન્ટ માર્ક કરો છો, ત્યારે એપ અથવા ડિવાઇસ તે પોઈન્ટને જોડીને જમીનનો વિસ્તાર આપમેળે ગણતરી કરે છે.
GPS દ્વારા જમીન માપણી કરવા માટે જરૂરી વસ્તુઓ
જીપીએસ દ્વારા જમીન માપણી કરવા માટે જરૂરી વસ્તુઓ જોસે તેનું લિસ્ટ નીચે મુજબ આપવામાં આવ્યુ છે. તો તે વાંચીને ઘરે બેઠા જમીન માપી શકો છો.
- તમારી પાસે સ્માર્ટફોન (Android અથવા iPhone) હોવો ખુબજ જરૂરી છે.
- ફોન પર ઈન્ટરનેટ કનેક્શન (પ્રારંભિક સેટિંગ માટે) હોય તો જ તમે GPS દ્વારા જમીન માપણી જોઈ સકો છો.
- ઘણા બધા GPS માપણી એપ છે જેમ કે:
- GPS Area Calculator App
- Geo Measure Area Calculator
- Google Earth App
- Khet Survey App (India)
- Fields Area Measure App વગેરે એપ છે.
GPS Land Measurement App તમામ માહિતી વિડીયો દ્વારા
જો તમારે કોઈ પણ ખેતરને લગતી માહિતી જેવી કે ફોનથી જમીન કઈ રીતે માપવી, (GPS Land Measurement App) વગેરે જેવી માહિતી જોતી હોય તો અમારી ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો. ચેનલ પર જઈને માહિતી મેળવી શકો છો. અને અમારી ચેનલની રોજ વિજિટ કરતા રહો ત્યાંથી તમને રોજ ખેડૂતને લગતી માહિતી મળશે.
Gps Land Measurement App Step-by-Step પ્રક્રિયા
જો તમે લેન્ડ રેકોર્ડ ગુજરાત Gps Land Measurement App માહિતી ઓનલાઈન જોવા માંગતા હો, તો વેબસાઈટ તપાસવા માટે નીચે દર્શાવેલ પગલાં અનુસરો. જો તમે ઘરે બેઠા જમીન માપણી તપાસવા માંગતા હો, તો નીચેના પગલાંઓ અનુસરો.
- સૌથી પહેલા તમે Play Store અથવા App Store માં જઈને “GPS Area Calculator” અથવા “Geo Measure” જેવી એપ ઇન્સ્ટોલ કરો.
- ઇન્સ્ટોલ એપ ખોલો અને GPS ચાલુ કરો. જરૂર હોય તો Google એકાઉન્ટથી લોગિન કરો.
- “Start Measuring” અથવા “New Area” વિકલ્પ પસંદ કરો.
- તમારા પ્લોટ અથવા ખેતરના દરેક ખૂણે જઈને “Add Point” બટન દબાવો.
એપ આપમેળે દરેક પોઈન્ટને જોડશે. - બધા પોઈન્ટ માર્ક કર્યા પછી “Finish” પર ક્લિક કરો.
એપ આપમેળે કુલ વિસ્તાર (Acre, Guntha, Hectare, Sq. Meter વગેરેમાં) બતાવશે.
GPS માપણીના ફાયદા
જીપીએસ જમીનની માપણીથી ખેડૂત મિત્રને ક્યાં ક્યાં ફાયદા થશે, તે નીચે મુજબ આપવામાં આવ્યુ છે.
- Gps Land Measurement App દ્વારા જમીન માપણી ઝડપથી અને સચોટ થાય છે.
- ટોટલ એરિયા તરત મળે છે.
- મોબાઈલ દ્વારા જમીન માપણી થાય છે, એટલે કાગળ વિના ડિજિટલ રેકોર્ડ મળે છે.
- મોટી ખાસિયત એ છે, કે ખેતરનો નકશો (Map) PDF કે ઈમેજ રૂપે સેવ કરી શકાય.
- GPS માપણીના દ્વારા માપવાથી ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
- GPS માપણી કરતી વખતે ખૂણાઓ પર સ્પષ્ટ રીતે ઉભા રહો.
- હવામાન સ્વચ્છ હોય ત્યારે વધુ સચોટ પરિણામ મળે છે.
- માપણી કરતા પહેલા એપની એકમ (Acre, Guntha વગેરે) સાચી રીતે સેટ કરો.
- જમીન સીમા ખોટી રીતે માર્ક ન થાય તેની ખાતરી કરો.
FAQS: સામાન્ય પ્રશ્નો
Q1. Gps માપણી કાયદેસર છે?
જવાબ: ના, આ માત્ર અંદાજ માટે ઉપયોગી છે. કાયદેસર માપણી માટે સરકારી સર્વેયર અથવા તલાટી કચેરીમાં રજીસ્ટર માપણી કરાવવી પડે છે.
Q2. GPS માપણીની સચોટતા કેટલી હોય છે?
જવાબ: આપના ફોનના GPS સિમ્બલ અને સિગ્નલ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 1–3 મીટર સુધીની ભૂલ શક્ય છે.
Q3. શું ઑફલાઇન માપણી કરી શકાય?
જવાબ: હા, કેટલીક એપ્સ ઑફલાઇન GPS ટ્રેકિંગ સપોર્ટ કરે છે.
Q4. GPS માપણીથી સમયની બચત થાય છે.
જવાબ: હા ખેતર પર ઉભીને જમીનની માપણી કરી શકાય છે. એટલે સમયની બચત થાય છે.
સારાંશ
Gps Land Measurement App જમીન માપણી એક ઝડપી, સરળ અને આધુનિક રીત છે. જો તમે તમારા ખેતરની અંદાજીત માપણી કરવી હોય, તો મોબાઇલથી GPS એપ વાપરી શકો છો. પણ સરકારી રેકોર્ડ માટે હંમેશા અધિકૃત માપણી કરાવવી જરૂરી છે