નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7 12 Utara: 7/12 ઉતારો ઓનલાઈન કાઠવાની સૌથી સરળ રીત. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય તેની બેસ્ટ રીત.
પરિચય
જમીનની મહત્વના દસ્તાવેજમાંથી એક છે “૭/૧૨ ઉતારો” (સાતબારા ઉતારો) તેને (ROR) અથવા 7/12 extract પણ કહે છે. 7/12 Utara જમીનોનો સર્વે નં., માલિકનું નામ, કબ્જાનો પ્રકાર, જમીનની મીતિ, પાકની માહિતી અને સરકારથી લીધેલા કોઇ લોન/સબસિડી વિશેનું નોંધાવેલું હોય છે. ગુજરાતમાં આ માહિતી આપત્તિહીન અને ઝડપી રીતે મળી શકે છે.
7 12 Utara ડિટેલ
| આર્ટિકલનો વિષય | 7 12 Utaro: 7/12 ઉતારો ઓનલાઈન કાઠવાની સૌથી સરળ રીત. |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
7/12 Utara શું છે અને કેમ જરૂરી છે?
- માલિકીના પુરાવા અને માલિકીની વિગતો જોવા માટે.
- કોઈ પણ જમીનની ખરીદી/વિતરણ, બેન્ક લોન લેવી હોય તો, સરકારી યોજનાઓ માટે ખૂબ જ આવશ્યક છે.
- જમીન પરનો કોઈ ફેરફાર તપાસવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
7 12 ઉતારો ડાઉનલોર્ડ કરવાની રીતો (ગુજરાત માટે)
હવે ગુજરાત રાજ્યમાં ઓનલાઇન મુખ્ય રીતે નીચેના માધ્યમથી જોઇ અને ડાઉનલોડ કરી શકાય છે:
- AnyRoR (ગુજરાત રાજ્યનું સત્તાવાર Land Records પોર્ટલ મુખ્ય રીત. https:/anyror.gujarat.gov.in
- UMANG એપ / ઇ-ધારા ઇન્ટિગ્રેશન કેન્દ્ર/રાજ્ય ઈ-સર્વિસ્સ દ્વારા હંમેશા ને માટે પોર્ટલ ઉપલબ્ધ.
- પ્રમાણિત PDF અથવા માબાઇલ એપ રાજ્યમાં AnyRoR ના મોબાઇલ એપ્સ પણ ઉપલબ્ધ છે; અમુક એપ્સથી સરળ શોધ અને PDF મેળવવાની સુવિધા છે.
7/12 Utara ડાઉનલોર્ડ કરવાનો સૌથી ઉપયોગી Apps
ઘરે બેઠા 7 12 ઉતારો કાઢવા માટે બેસ્ટ રીત નીચે મુજબ છે. તેના સ્ટેપ ક્યાં ક્યાં છે તે જોવું નીચે મુજબ
- UMANG કેન્દ્ર સરકારની All-in-One Government Services એપ છે જેમાં Gujarat e-Dhara Land Records દ્વારા 7/12, 8A, જોઈ શકાય છે.
- સૌથી પહેલાં તમે તમારા ફોન કે લેપટોપમાં Play Store / App Store માં જાઓ.
- ત્યાં જઈને “UMANG” એપ શોધો.
- એપ ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરો.
- ઇન્સ્ટોલ થય ગયા પછી App ખુલશે. પછી Mobile Number થી Login કરો.
- એપના હોમ સ્ક્રીન પર “Services” બટન હસે તેના પર ક્લિક કરો.
- સર્ચ બારમાં લખો: Land Records
- પરિણામમાં દેખાય: Gujarat – e-Dhara Land Records એને Select કરો.
- “View Land Records (ROR – 7/12, 8A)” વિકલ્પ પસંદ કરો.
- હવે તમને રાજ્ય (Gujarat) already selected) દેખાશે.
- આટલું બધું થઈ ગયા પછી જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.
- હવે નીચે 3 વિકલ્પ મળશે: Survey Number દ્વારા, Khata Number દ્વારા, Owner Name (ખાતેદાર નામ) દ્વારા તમારી પાસે જે માહિતી છે તે પસંદ કરો.
- “Get Record / View Details” બટન પર ક્લિક કરો.
- આટલું થઈ ગયા પછી તમને તમારી જમીનનો 7/12 Utara (ROR) સ્ક્રીન પર દેખાશે.
ત્યાંથી તમે વિગતો ચેક કરી શકો છો: જેમ કે માલિકી, પાક માહિતી, સર્વે નંબર, Mutation / Entry, જમીનની પ્રકૃતિ, કાનૂની નોંધો વગેરે જેવી માહિતી જોઈ શકો છો.
7/12 Utara સામાન્ય પ્રશ્નો (FAQs)
Q.1 UMANG App માં 7/12 Utara જોઈ શકાય છે?
જવાબ: હા, UMANG App માં “Gujarat e-Dhara Land Records” સર્વિસ દ્વારા 7/12, 8A અને ROR સરળતાથી જોઈ શકાય છે.
Q.2 UMANG App શું સત્તાવાર સરકારી એપ છે?
જવાબ: હા, UMANG (Unified Mobile Application For New Age Governance) ભારત સરકારનું સત્તાવાર પ્લેટફોર્મ છે.
Q.3 UMANG App માં 7/12 Utara જોવા માટે Login જરૂરી છે?
જવાબ: હા, પ્રથમ વખત Mobile Number દ્વારા OTP Login કરવું પડે છે.
Q.4 7/12 જોવા માટે કઈ માહિતી જોઈએ?
જવાબ: તમારી પાસે નીચેમાંથી કોઈ એક માહિતી હોવી જોઈએ: 1 Survey Number, 2 Khata Number, 3 Account Holder/Owner Name
Q.5 PDF રૂપે 7/12 ડાઉનલોડ કરી શકાય છે?
જવાબ: હા, UMANG એપમાં રેકોર્ડ ખુલ્યા બાદ Download / Save as PDF વિકલ્પ દ્વારા PDF ડાઉનલોડ કરી શકાય છે.
Q.6 ઉમંગ એપમાં મળેલી 7/12 Utara નકલ કાયદેસર છે?
જવાબ: રેકોર્ડ સત્તાવાર હોય છે, પરંતુ Digitally Signed Copy સામાન્ય રીતે AnyRoR વેબસાઇટ પરથી મળે છે. UMANG નકલ ચકાસણી / રેફરન્સ માટે કામ લાગે છે.
સમાપન
UMANG App મારફતે 7/12 utara જોવા એ આજે સૌથી સરળ અને ઝડપી રીતો માંથી એક બની ગઈ છે. હવે ખેડૂતો અથવા જમીનની માહિતી શોધતા લોકો માટે કોઈ કચેરીએ જવાની જરૂર રહેતી નથી. ફક્ત મોબાઇલમાં UMANG એપ ખોલો, Gujarat e-Dhara સેવા પસંદ કરો અને Survey Number અથવા ખાતેદાર નામ દ્વારા રેકોર્ડ મેળવી લો.
UMANG દ્વારા મળતી માહિતી સત્તાવાર હોય છે અને જમીન માલિકી, પાક માહિતી, સર્વે વિગત, 8A ખાતા વગેરે બધું ઘરે બેઠા ચકાસી શકાય છે. જો તમને કાયદેસર Digitally Signed Copy જરૂરી હોય તો AnyRoR વેબસાઈટ અથવા e-Dhara કચેરી વધારે સારું વિકલ્પ છે. સંપૂર્ણ રીતે જોઈએ તો, UMANG App એ જમીન રેકોર્ડને લોકો સુધી વધુ સરળતાથી પહોંચાડવાની સફળ પહેલ છે. ઝડપી, સુરક્ષિત અને દરેક માટે ઉપલબ્ધ.