7 12 utara: ઘરે બેઠા 7 12 ઉતારો કાઢો.

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7 12 Utara ખેડૂતમિત્રો 1 મીનીટમાં મેળવો. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.

પરિચય


ગુજરાતમાં જમીન સંબંધિત તમામ માહિતી માટે ૭/૧૨ ઉતારો સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જમીનની માલિકી, વિસ્તાર, ખેતીની માહિતી, પાકની વિગત, બોજા વગેરે વિગતો તેમાં જોવા મળે છે. આજકાલ તમે ઘરે બેઠા ઓનલાઈન તેમજ e-Dhara કચેરીમાંથી ઓફલાઈન બંને રીતે 7 12 Utara કાઢી શકો છો. આજના ડિજિટલ સમયમાં હવે ઉતારો કાઢવા માટે કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ લેખમાં આપણે જાણશું કે મોબાઇલ એપ દ્વારા ઉતારો કેવી રીતે કાઢવો.

7 12 Utara Online ડિટેલ


આર્ટિકલનો વિષય7/12 utara: ઘરે બેઠા 7/12 ઉતારો કઈ રીતે કાઢવા
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

7 12 utara કાઢતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


  • હંમેશા નવું અને અપડેટેડ રેકોર્ડ જુઓ.
  • માલિકનું નામ સાચું છે કે નહીં તે તપાસો.
  • કોઈ બોજા નોંધાયેલ છે કે નહીં તે ચકાસો.
  • અધિકૃત ઉપયોગ માટે પ્રમાણિત નકલ લો.

AnyRoR Gujarat App દ્વારા 7/12 ઉતારો કેવી રીતે કાઢવો?


જમીનની માલીકીનો પુરાવો એટલે 7/12 utara જમીનનો નકશો કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધકા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે. નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ કરો.

  • સૌથી પહેલાં તમે તમારા ફોન કે લેપટોપ માં પ્લેયસ્ટોર ખોલો. તેમાં AnyRoR Gujarat App ઇન્સ્ટોલ કરો.
  • ત્યારબાદ એપ ખોલીને View Land Record વિકલ્પ પસંદ કરો.
  • ગ્રામ્ય વિસ્તાર માટે Rural અથવા શહેરી વિસ્તાર માટે Urban પસંદ કરો.
  • પછી તમારો તમારો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.
  • નીચેના પૈકી કોઈ એક વિગતો દાખલ કરો જેમ કે સર્વે નંબર, બ્લોક નંબર, ખાતા નંબર, માલિકનું નામ તેમાંથી કોઈ પણ એક પસંદ કરો.
  • આટલું બધું થય જાય પછી તમે Get Record Details પર ક્લિક કરો.
  • એ કરશો એટલે તમારો 7/12 ઉતારો મોબાઇલ સ્ક્રીન પર દેખાશે.
  • પીડીએફ (PDF) તરીકે ડાઉનલોડ અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો.
  • આ સેવા સંપૂર્ણ મફત છે.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો


Q1. 7 12 utara ઓનલાઈન કાઢવો ફ્રી છે?

જવાબ: હા, AnyRoR પોર્ટલ પર સંપૂર્ણ મફત છે.

Q2. જૂનો 7/12 ઉતારો જોઈ શકાય?

જવાબ: હા, AnyRoR પર જુના વર્ષોના રેકોર્ડ ઉપલબ્ધ છે.

Q3. 7 12 ઉતારો કાનૂની માન્ય છે?

જવાબ: ઓનલાઈન નકલ માહિતી માટે છે, કાનૂની ઉપયોગ માટે પ્રમાણિત નકલ લેવી પડે.

Q4. એક જ એપથી અલગ-અલગ ગામના 7/12 જોઈ શકાય?

જવાબ: હા, તમે કોઈપણ ગામ/તાલુકાનો રેકોર્ડ જોઈ શકો છો.

સમાપન


આજના ડિજિટલ યુગમાં 7/12 utara, land measurement, Survey Number કાઢવો ખૂબ સરળ બની ગયો છે. તમે ઘરે બેઠા મોબાઇલ અથવા કમ્પ્યુટરથી જમીનનો સંપૂર્ણ રેકોર્ડ જોઈ શકો છો. જમીન સંબંધિત કોઈ પણ કામ કરતા પહેલા ઉતારો જરૂર ચકાસો.