નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે AnyRoR Portal પર જમીન સંબંધિત અરજી કેવી રીતે કરવી? તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.
પરિચય
ગુજરાત રાજ્ય સરકારે જમીન સંબંધિત સેવાઓને ડિજિટલ બનાવવા માટે AnyRoR Portal (Any Record of Rights Anywhere) શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત અને નાગરિકો ઘરે બેઠા જમીનના રેકોર્ડ જોઈ શકે છે તેમજ કેટલીક જમીન સંબંધિત અરજીઓ પણ કરી શકે છે.
AnyRoR Portal ડિટેલ
| આર્ટિકલનો વિષય | AnyRoR Portal પર જમીન સંબંધિત અરજી કેવી રીતે કરવી? | |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
આ બ્લોગમાં આપણે આટલું જાણીશું
- સૌથી પહેલાં પોર્ટલ નો પરિચય.
- ત્યારબાદ AnyRoR Portal શું છે?
- પછી આ પોર્ટલ પર કઈ પ્રકારની જમીન સંબંધિત અરજીઓ કરી શકાય છે? તેના વિષે વાત કરશું.
- એનીઆરઓઆર પોર્ટલ પર જમીન વિગતો કેવી રીતે તપાસવી?
AnyRoR Portal શું છે?
AnyRoR Gujarat Portal રાજ્ય સરકારનું અધિકૃત જમીન રેકોર્ડ પોર્ટલ છે, જ્યાંથી તમે નીચેની માહિતી મેળવી શકો છો:
- 7/12 ઉતારો
- 8A ખાતા નકલ
- જમીનના રેકોડમાં કોઈ પણ પ્રકાર ફેરફારની સ્થિતિ જોવા માટે.
- જમીન માલિકીની માહિતી
- Survey Number / Block Number (સર્વે નંબર / બ્લોક નંબર) વિગતો જોવા માટે.
નોંધ: AnyRoR મુખ્યત્વે રેકોર્ડ જોવા માટેનું પોર્ટલ છે, જ્યારે અરજી પ્રક્રિયા e-Dhara / Digital Gujarat સાથે સંકળાયેલી હોય છે.
AnyRoR Portal પર કઈ પ્રકારની જમીન સંબંધિત અરજીઓ કરી શકાય છે?
AnyRoR પર સીધી અરજી થતી નથી, પરંતુ નીચે મુજબની સેવાઓ માટે માર્ગદર્શન મળે છે:
- 7/12 ઉતારામાં સુધારા માટે અરજી
- નામ ફેરફાર (મ્યુટેશન એન્ટ્રી) અરજી
- વારસાઈ દાખલ (ઈન્હેરિટન્સ એન્ટ્રી)
- જમીન વહેંચણી (પાર્ટીશન એન્ટ્રી)
- વેચાણ / ખરીદી બાદ એન્ટ્રી અરજી
- રેકોર્ડ સુધારા બાબત માહિતી
આ બધી અરજીઓ e-Dhara Kendra અથવા Digital Gujarat Portal મારફતે કરવામાં આવે છે.
AnyRoR Portal પર જમીન વિગતો કેવી રીતે તપાસવી?
આ પોર્ટલ પર જમીન વિગતો કેવી રીતે તપાસવી? તેની વાત નીચે મુજબના સ્ટેપમાં કરવામાં આવી છે.
- સૌથી પહેલા તમારા લેપટોપ કે ફોન પર AnyRoR Portal ખોલો.
- ત્યારબાદ જો ગામડાનો રેકોડ જોવો હોય તો View Land Record – Rural તે ઓપ્શન પસંદ કરો.
- અને જો શહેરનો રેકોડ જોવો હોય તો View Land Record – Urban ઓપ્શન પસંદ કરો.
- પછી જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર / બ્લોક નંબર વિગતો દાખલ કરો.
- સબમિટ પર ક્લિક કરતા જમીનનો 7/12 ઉતારો અથવા 8A નકલ જોવા મળશે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનનો 7/12 ઉતારો
- 8A ખાતા નકલ
- વેચાણ દસ્તાવેજ (હોય તો)
- વારસાઈ દસ્તાવેજ (હોય તો)
- હલફનામું / સંમતિ પત્ર વગેરે.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q.1 AnyRoR Portal પરથી સીધી અરજી કરી શકાય છે?
જવાબ: નહીં, AnyRoR માત્ર જમીન રેકોર્ડ જોવા માટે છે.
Q.2 7/12 ઉતારામાં સુધારા માટે ક્યાં અરજી કરવી?
જવાબ: e-Dhara Kendra અથવા Digital Gujarat Portal પર.
Q.3 અરજી પછી કેટલો સમય લાગે છે?
જવાબ: સામાન્ય રીતે 15–30 દિવસ (કેસ પર આધારિત).
Q.4 આ પોર્ટલ સાવ મફત છે?
જવાબ: હા, જમીન રેકોર્ડ જોવા સંપૂર્ણ મફત છે.
સમાપન
AnyRoR Portal જમીન રેકોર્ડ જોવા માટે શ્રેષ્ઠ અને વિશ્વસનીય પોર્ટલ છે. જો કે, જમીન સંબંધિત કોઈ પણ પ્રકારની અરજી જેમ કે Land Measurement, 7/12 Uataro, Land Survey Number માટે તમારે e-Dhara Kendra અથવા Digital Gujarat નો ઉપયોગ કરવો પડે છે. યોગ્ય માહિતી અને દસ્તાવેજો સાથે અરજી કરવાથી પ્રક્રિયા ઝડપી બને છે.