ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર: Land Measurement Calculator

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Measurement Calculator કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.

પરિચય


Land Measurement Calculator એક ડિજિટલ સાધન છે, જે જમીનની લંબાઈ અને પહોળાઈના આધારે જમીનનો વિસ્તાર (Area) અલગ-અલગ એકમોમાં (જેમ કે ચોરસ મીટર, ચોરસ ફૂટ, એકર, હેક્ટર, ગુન્ઠા વગેરે) બતાવે છે. આ સાધન ખાસ કરીને ખેડૂત, જમીન વેપારીઓ, રિયલ એસ્ટેટ એજન્ટો અને સામાન્ય લોકો માટે ઉપયોગી છે, જેમને જમીનનું માપ ઝટપટ જાણવા હોય તેના માટે છે.

Land Measurement Calculator Details


આર્ટિકલનો વિષયઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર: Land measurement calculator.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

જમીન માપણી કેલ્ક્યુલેટર શું છે?


Land Measurement Calculator એ એક ડિજિટલ સાધન છે, જે જમીનની લંબાઈ અને પહોળાઈના આધારે જમીનનો વિસ્તાર (Area) અલગ-અલગ એકમોમાં (જેમ કે ચોરસ મીટર, ચોરસ ફૂટ, એકર, હેક્ટર, ગુન્ઠા વગેરે) બતાવે છે.

આ સાધન ખાસ કરીને ખેડૂત, જમીન વેપારીઓ, રિયલ એસ્ટેટ એજન્ટો અને સામાન્ય લોકો માટે ઉપયોગી છે, જેમને જમીનનું માપ ઝટપટ જાણવા હોય.

Land measurement calculator Online કેવી રીતે કાઢવું


ખેડૂતો કે જમીનધારકો માટે જમીનનું માપ (Land Measurement) જાણવું ખૂબ જ જરૂરી છે. અગાઉ જમીન માપવા માટે માપણી વિભાગ અથવા સર્વેયર પર આધાર રાખવો પડતો હતો, પણ હવે “જમીન માપણી કેલ્ક્યુલેટર” દ્વારા તમે તમારા મોબાઇલ કે કમ્પ્યુટર પરથી જ સરળતાથી જમીનનું માપ જાણી શકો છો.

તમામ માહિતી વિડીયો દ્વારા


જો તમારે કોઈ પણ ખેતરને લગતી માહિતી જેવી કે ફોનથી જમીન કઈ રીતે માપવી, (Land Measurement Calculatorea) વગેરે જેવી માહિતી જોતી હોય તો અમારી ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો. ચેનલ પર જઈને માહિતી મેળવી શકો છો. અને અમારી ચેનલની રોજ વિજિટ કરતા રહો ત્યાંથી તમને રોજ ખેડૂતને લગતી માહિતી મળશે.

જમીન માપણી કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?


તમે ફક્ત જમીનની લંબાઈ (Length) અને પહોળાઈ (Width) દાખલ કરો, અને કેલ્ક્યુલેટર આપ મેળે વિસ્તાર બતાવી આપે છે.

ઉદાહરણરૂપે: જો તમારી જમીન 100 ફૂટ લંબાઈની અને 80 ફૂટ પહોળાઈની છે,
તો વિસ્તાર = 100 × 80 = 8000 ચોરસ ફૂટ

પછી તમે તે માપને એકર, હેક્ટર અથવા ગુન્ઠામાં રૂપાંતર કરી શકો છો.

Land Measurement Calculator માટે ઉપયોગી એકમો


એકમ (Unit)વિસ્તાર (Approx. Conversion)
1 એકર43,560 ચોરસ ફૂટ
1 હેક્ટર2.471 એકર
1 ગુન્ઠો1,089 ચોરસ ફૂટ
1 ચોરસ મીટર10.764 ચોરસ ફૂટ

મોબાઇલમાં જમીન માપણી કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું


Land Measurement Calculator કઈ રીતે કરવું તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે તો નીચે મુજબ સ્ટેપ ફોલો કરવા.

  1. તમારા મોબાઇલમાં બ્રાઉઝર (Chrome/Safari) ખોલો
  2. Google પર લખો – “Land Measurement Calculator”
  3. કોઈ વિશ્વસનીય સાઇટ પસંદ કરો (જેમ કે calcapp.net, calculator.net વગેરે)
  4. ત્યારબાદ લંબાઈ અને પહોળાઈ દાખલ કરો.
  5. એટલું થય ગયા બાદ માપનું એકમ પસંદ કરો (ફૂટ/મીટર) વગેરેમાં.
  6. પછી “Calculate” બટન દબાવો.
  7. તમને તરત જ વિસ્તાર એકર, હેક્ટર અથવા ચોરસ ફૂટમાં મળશે.

Land measurement calculator માટે શ્રેષ્ઠ વેબસાઇટ્સ


  • https://www.calculator.net/land-calculator.html
  • https://123acre.com/
  • https://calcapp.net/apps/land-area-calculator

GPS દ્વારા જમીન માપણી એપ્લિકેશન


જો તમારી પાસે જમીનના ખૂણાની સીમા છે તો તમે GPS આધારિત એપ્સ પણ ઉપયોગ કરી શકો છો.

  • GPS Fields Area Measure
  • Geo Measure Area Calculator
  • Google Earth App

આ એપ્લિકેશનો જમીનના ચાર ખૂણા પસંદ કરીને Automatic માપ બતાવે છે, જેથી તમારી પાસે કોઈ માપણી સાધનની જરૂર નથી રહેતી.

Land measurement calculator ફાયદા


જમીન માપણી કેલ્ક્યુલેટર કરવાથી શું શું ફાયદા થશે, શું ઉપયોગ થશે, બધી જ વાત નીચે મુજબ કરવામાં આવી છે.

  1. સમય અને પૈસાની બચત થશે.
  2. એક જ ક્લિક કરવાથી તમને ચોક્કસ વિસ્તારની માહિતી મળી જશે.
  3. તમારે કોઈ બીજા વ્યક્તિની જરૂર રહેતી નથી. તમે ખુદ જાતે જ માપી શકો છો.
  4. જમીન માપણી કેલ્ક્યુલેટરથી તમે વિવિધ એકમોમાં માપ જાણવા સગવડ મળશે, જે ખાસ નોંધ પાત્ર છે.
  5. રિયલ એસ્ટેટ અથવા ખેતી યોજનાઓ માટે પણ ઉપયોગી બનશે.

સામાન્ય પ્રશ્નો (FAQs)


Q1. શું જમીન માપણી કેલ્ક્યુલેટરથી ચોક્કસ માપ મળે?

જવાબ: હા, જો તમે લંબાઈ-પહોળાઈ ચોક્કસ દાખલ કરો તો એનું પરિણામ ખૂબ ચોક્કસ મળે છે.

Q2. શું GPS એપ્સ વગર જમીન માપી શકાય?

જવાબ: હા, જો જમીનની લંબાઈ-પહોળાઈ માપણી ફિતા કે દોરાથી માપી શકો તો પણ કેલ્ક્યુલેટર કામ કરશે.

Q3. શું આ એપ ઑફલાઇન ચાલે છે?

જવાબ: મોટાભાગની એપ્સ ઑનલાઇન ડેટા લે છે, પણ GPS માપણી એપ્સ ઑફલાઇન પણ કામ કરે છે.

Q4. Land Measurement Calculator બીજી કઈ રીતે માપી શકાય?

જવાબ: બીજી ઘણી રીતથી માપી શકાય છે, જેમ કે https://www.calculator.net/land-calculator.html, https://123acre.com/, https://calcapp.net/apps/land-area-calculator વગેરે વેબસાઈટથી માપી શકાય છે.

સમાપન


Land Measurement Calculator એક આધુનિક ડિજિટલ સાધન છે જે ખેડૂત અને જમીનધારકો માટે જમીનનું માપ સરળ, ઝડપી અને ચોક્કસ રીતે બતાવે છે. હવે તમે ઘરે બેઠા જ તમારા ખેતર કે પ્લોટનું માપ જાણી શકો છો. એકર, હેક્ટર કે ગુન્ઠામાં.