નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7 12 Online કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.
પરિચય
ભારતમાં જમીન સંબંધિત દસ્તાવેજોમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે Online 7/12 (જેને સાબર બાર કે સાત બાર પણ કહેવામાં આવે છે). આ દસ્તાવેજમાં જમીન માલિકી, પાક, જમીનનો પ્રકાર અને હકદારની માહિતી સમાવાયેલી હોય છે. હવે આ દસ્તાવેજ તમને ઑનલાઇન સરળતાથી ઘરે બેઠા મળી શકે છે.
Online 7 12 જોવા માટે એપ ડિટેલ
| આર્ટિકલનો વિષય | 7 12 Online કઈ રીતે કાઠવા? 7/12 ઉતારા ઓનલાઈન |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
7/12 Online કાઢવાની રીતો
જમીનની માલીકીનો પુરાવો એટલે 7/12 નો પુરાવો એટલે 7/12 Online Utara ની નકલ કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધકા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે.
ખેડૂત મિત્ર સવથી પેલા તમારે ઘરે બેઠા ખેતરના 7 12 જોવા માંગો છો. 7/12 Online જોવા માટે ઘણી બધી વાપરી શકાય છે, જે નીચે મુજબ છે.
- AnyROR એપ અથવા વેબસાઇટથી.
- google map દ્વારા.
- MyEstatePoint Property Search આ એપ.
- iKhedut એપ.
7 12 Online મેળવવાની પ્રક્રિયા
આજે આપણે વાત કરવાના છી AnyROR એપથી ઘરે બેઠા Onlien7 12 Utara કઈ રીતે મેળવવા. તો ચાલો હવે આપણે વાત કરીએ કે 7/12 Online મેળવવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જે નીચે મુજબ છે.
- તમારા મોબાઇલ કે કમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલો અને નીચેની સાઇટ ખોલો: https://anyror.gujarat.gov.in

- તમે સાવ નવા છો તો તમારે સૌથી પહેલા રજીસ્ટેશન કરવું પડશે. તેમાં તમારો મોબાઈલ નંબર નાખી OTP નાખવાનો રહેશે.

- હોમપેજ પર “View Land Record – Rural” અથવા “Urban” વિકલ્પ પસંદ કરો (તમારી જમીન ગ્રામ્ય કે શહેરી વિસ્તારની છે તેના મુજબ).
- હવે નીચેની માહિતી પસંદ કરો: District (જિલ્લો), Taluka (તાલુકો), Village (ગામ) આ બધું સરખું નાખવાનું રહશે.

- તમારો Survey Number અથવા ખાતાનું નામ દાખલ કરો અને “Get Record Details” પર ક્લિક કરો.
- હવે તમારા જમીનનો 7/12 ઉતારો સ્ક્રીન પર દેખાશે.
- તમે આ ઉતારાનો PDF ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ પણ લઈ શકો છો.
મોબાઇલ એપ દ્વારા 7/12 Online ઉતારો મેળવવા
ફોન એપ દ્વારા 7/12 ઉતારો કઈ રીતે મેળવવા તેની પ્રોસેસ નીચે મુજબ આપવામાં આવી છે, તો નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- Google Play Store માં જઈ “Anyror Gujarat” એપ ઇન્સ્ટોલ કરો.
- એપ ખોલી ઉપરના પગલાં મુજબ જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.
- પછી સર્વે નંબર નાખી ઉતારો જુઓ અને ડાઉનલોડ કરો.
જરૂરી માહિતી
- જમીનનું સર્વે નંબર અથવા ખાતા નંબર હોવું જરૂરી છે.
- જમીનનો ઉતારો માહિતી માટે મફતમાં મળે છે.
- કાયદેસર ઉપયોગ માટે e-Dhara કેન્દ્રથી Certified Copy લેવાય છે.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q1. શું 7/12 ઉતારો ઑનલાઇન મફતમાં મળે છે?
જવાબ: હા, માહિતી માટે મફતમાં મળે છે. કાયદેસર નકલ માટે e-Dhara કેન્દ્ર પરથી ફી સાથે મળે છે.
Q2. શું આ ઉતારો પ્રિન્ટ કરીને કાયદેસર ઉપયોગ કરી શકાય?
જવાબ: નહીં, કાયદેસર ઉપયોગ માટે ફક્ત Certified Copy જ માન્ય છે.
Q3. જમીનના 7/12 ઉતારામાં શું માહિતી હોય છે?
જવાબ: માલિકનું નામ, સર્વે નંબર, વિસ્તાર, પાક વિગત, લોન વિગત વગેરે.
Q4. અન્ય એપ્લિકેશન છે?
જવાબ: હા, MyEstatePoint Property Search એપ, iKhedut એપ, Anyror Gujarat જેવી સરકારી એપ્સ પણ ઉપલબ્ધ છે.
સમાપન
હવે ખેડૂત મિત્રો ઘરે બેઠા જ 7/12 ઉતારો, Land Measurement, સર્વે નંબર, વગેરે ઑનલાઇન જોઈ શકે છે. સરકારનો AnyROR પોર્ટલ જમીનના રેકોર્ડ માટે સુરક્ષિત અને સરળ પ્લેટફોર્મ છે. કાયદેસર કાપી લેવી હોય તો નજીકના e-Dhara કેન્દ્ર પર જઈ શકાશે.