7/12 utaro: 7/12 ઉતારામાં ભૂલ કેવી રીતે સુધારવી?

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7/12 utaro: 7/12 ઉતારામાં ભૂલ કેવી રીતે સુધારવી? ઘરે બેઠા ફોનમાં કઈ રીતના સુધારી શકાય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.

પરિચય


જમીન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં 7/12 utaro (સાત-બાર) આવે છે. આ દસ્તાવેજમાં જમીનની માલિકી, ક્ષેત્રફળ, સર્વે નંબર, પાકની વિગતો વગેરે દર્શાવવામાં આવે છે. ઘણી વખત તેમાં નામ, ક્ષેત્રફળ, સર્વે નંબર કે અન્ય વિગતોમાં ભૂલ જોવા મળે છે. આવી ભૂલો સમયસર સુધારવી અત્યંત જરૂરી છે.

7 12 Utaro ડિટેલ


આર્ટિકલનો વિષય7/12 utaro: 7/12 ઉતારામાં ભૂલ કેવી રીતે સુધારવી?
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

7/12 Utaro માં કઈ પ્રકારની ભૂલો થતી હોય છે?


નીચે મુજબની સામાન્ય ભૂલો 7/12 ઉતારામાં જોવા મળે છે:

  • માલિકના નામમાં સ્પેલિંગ ભૂલ
  • પિતાનું નામ / અટક ખોટી હોવી
  • સર્વે નંબર અથવા બ્લોક નંબર ખોટો હોવો
  • જમીનનું ક્ષેત્રફળ ખોટું દર્શાવેલું હોવું
  • વારસદારોના નામ દાખલ ન થયા હોવા
  • પાકની વિગતો ખોટી હોવી વગેરે જેવી ભૂલો હોય છે.

7/12 ઉતારામાં ભૂલ સુધારવી કેમ જરૂરી છે?


જો તમારે પણ 7/12 Utaro માં ભૂલ થાય છે તો તેને સુધારવી ખુબ જ જરૂરી છે તો તમે ઘરે બેઠા સુધારી કસો છો તે નીચે મુજબ છે.

  • જમીન વેચાણ અથવા ખરીદી વખતે મુશ્કેલી ટાળવા માટે ભૂલ સુધારવી જરૂરી છે.
  • લોન, સહાય યોજનાઓ મેળવવા માટે.
  • વારસાઈ અથવા નામ ફેર પ્રક્રિયામાં અડચણ ન આવે તે માટે
  • ભવિષ્યમાં કાનૂની વિવાદથી બચવા તે માટે જરૂરી છે.

7/12 Utaro માં ભૂલ સુધારવાની પ્રક્રિયા


હાલ ગુજરાતમાં 7/12 Utaro માં કેટલીક પ્રકારની ભૂલો ઓનલાઇન અને ઓફલાઈન અરજી દ્વારા સુધારી શકાય છે. આ માટે મુખ્યત્વે e-Dhara કચેરી અને સંબંધિત ડિજિટલ સેવાઓનો ઉપયોગ થાય છે.

ઓફલાઈન

  • તમારા ગામના તલાટી કચેરીમાં જઈને ભૂલ વિશે જાણ કરો.
  • 7/12 ઉતારામાં કઈ ભૂલ છે અને શું સુધારવું છે તે અંગે લેખિત અરજી કરો.
  • અરજી સાથે આધારરૂપ દસ્તાવેજો જોડવા ફરજિયાત છે.
  • તલાટી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જરૂર જણાય તો સ્થળ તપાસ થશે.
  • ચકાસણી બાદ મંજૂરી મળ્યા પછી 7/12 ઉતારામાં સુધારો કરવામાં આવશે.

ઓનલાઇન

  • સૌપ્રથમ ગુજરાત સરકારના જમીન રેકોર્ડ સંબંધિત e-Dhara / AnyRoR પોર્ટલ પર જાઓ.
  • હોમપેજ પરથી Record Correction, Mutation Entry અથવા Land Record Services વિકલ્પ પસંદ કરો.
  • જિલ્લા, તાલુકા અને ગામની માહિતી આપેલ હશે તે પસંદ કરો.
  • ત્યારબાદ જમીનની વિગતો દાખલ કરો જેમ કે સર્વે નંબર / બ્લોક નંબર દાખલ કરો.
  • પછી હાલનો 7/12 ઉતારો પસંદ કરો
  • કઈ ભૂલ સુધારવી છે તે પસંદ કરો નામની ભૂલ, ક્ષેત્રફળ, પાકની વિગતો, અન્ય સામાન્ય માહિતી અને સાચી વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • બધી વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ થયા બાદ મળતો એપ્લિકેશન નંબર અને તેમાં સાથે એક સ્લીપ હશે તે સાચવી રાખો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો


પ્ર. 1: શું 7/12 Utaro માં નામની ભૂલ ઓનલાઇન સુધારી શકાય?

ઉત્તર. કેટલીક જગ્યાએ શક્ય છે, પરંતુ મોટાભાગે તલાટી કચેરીમાં અરજી કરવી પડે છે.

પ્ર. 2: ભૂલ સુધારવા માટે ફી લાગે છે?

ઉત્તર. સામાન્ય રીતે નામમાત્ર ફી હોય છે.

પ્ર. 3: સુધારો થયા બાદ નવો 7/12 ઉતારો કેવી રીતે મળશે?

ઉત્તર. સુધારા બાદ તમે AnyRoR પોર્ટલ પરથી નવો 7/12 ઉતારો ડાઉનલોડ કરી શકો છો.

પ્ર. 3: 7/12 Utaro માં ભૂલ ઘરે બેઠા સુધારી શકાય છે?

ઉત્તર. હા ફોન થી AnyRoR વેબસાઇટમાં ઓનલાઈન ફોર્મ ભરીને સુધારી શકાય છે.

સમાપન


7/12 ઉતારામાં (Utaro) થયેલી નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તેથી જો તમારા જમીન રેકોર્ડમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તાત્કાલિક સુધારાની પ્રક્રિયા શરૂ કરો. યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરશો તો પ્રક્રિયા સરળ અને ઝડપી બની રહેશે.