નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Map ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીયે.
ગામનો નકશો (Village Map) અથવા જમીનની સીમા (Land Map), માર્ગ, પ્લોટ, 7/12-8એ,અને સર્વે નંબર, રેવન્યુ કેસ વગેરે બહુ જરૂરી દસ્તાવેજ છે. પહેલાં આ નકશો તાલુકા કચેરી કે ગ્રામ પંચાયતમાંથી જ મળતો હતો. હવે ઓનલાઇન ચેક કરવા માટે “AnyRoR @ Anywhere” પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલથી કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા જમીનનો ડેટા જોઈ શકે છે.
જમીનનો નકશો (Land Map) ડિટેલ
| આર્ટિકલનો વિષય | જમીનનો નકશો (Land Map) ઑનલાઇન કેવી રીતે જોવો. |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનનો નકશો ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| જમીનની નકલ માટે શું કરવું પડશે. | ઓનલાઈન પદ્ધિતી |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | https://anyror.gujarat.gov.in/ |
Land map રીત
અત્યારે આપડે કોઈ પણ જમીનની લેવડ-દેવડ કરવી હોય તો કે પછી આપડે જમીનને લગતા કોઈ પણ પુરાવા જોતા હોય તો આ ખાતામાં જાવ કે પેલા ખાતામાં જાવ એવા ધકા ખાય ને ખૂબ જ કંટાળો આવતો હોય છે. તો અલગ અલગ રીત છે જે નીચે મુજબ છે જેનાથી સમગ્ર ગુજરાતની જમીનના ટી પી કે પછી જમીનના નક્શા જોય શકશો.
- MyEstatePoint Property Search એપ છે.
- બીજું સરકાર માન્ય “AnyRoR @ Anywhere” પોર્ટલ શરૂ કર્યું છે.
સરકાર માન્ય “AnyRoR @ Anywhere” વેબસાઇટ છે તો તેના વિશે આજે આપણે વાત કરવાના છી. જે નીચે મુજબ છે.
Land Map ઓનલાઇન સ્ટેપ
સરકાર માન્ય વેબસાઇટ દ્વારા ઘરે બેઢા આપડી Jamin No Nakso કેવી રીતે જોય શકાય, તેની સ્ટેપ બાય સ્ટેપ ની વાત આપડે નીચે મુજબ તમને સમજાય તે રીતે વાત કરી છે. નીચે મુજબ સ્ટેપ ફોલો કરો અને ઘરે બેઢા મેળવો તમારી (Land Map Online) જમીનનો નકશો.
- બ્રાઉઝર ખોલો
- તમારા ફોનમાં Google Chrome / Safari / Edge જેવા બ્રાઉઝરમાં જાઓ.
- સરકારી સાઈટ જેમ કે https://anyror.gujarat.gov.in/ ખોલો.

- અને “Enter” દબાવો. AnyRORનું હોમપેજ ખુલશે.
- હોમપેજ પર “View Land Record – Rural” વિકલ્પ દેખાશે, તે પર ટેપ કરો.
- નવી પેજમાં “Select Type of Record” હેઠળ “land Map” (અથવા “Map View”) પસંદ કરો.
- તમારો વિસ્તાર પસંદ કરો, ડ્રૉપડાઉનમાં પહેલાં જિલ્લો, પછી તાલુકો, પછી ગામ પસંદ કરો.

- કૅપ્ચા કોડ ભરો અને “Get Map” બટન ક્લિક કરો.
- તમારા ગામનો નકશો સ્ક્રીન પર આવશે. તમે Zoom In/Out કરી શકો છો અથવા PDF તરીકે સેવ કરી શકો છો
જરૂરી દસ્તાવેજો
આમ તો જમીનના નક્શા જોવા માટે કોઈ જ ખાસ દસ્તાવેજની જરૂર નથી પડતી, પરંતુ નીચે મૂજબના સામાન્ય માહિતી હોવી જરૂરી છે.
- સામાન્ય રીતે માત્ર ગામનું નામ અને જિલ્લો/તાલુકો પસંદ કરવું પડે છે.
- TP Scheme માટે Scheme Number અથવા શહેરનું નામ હોવું જોઈએ.
Land Map FAQS
Q1: Land Map ડાઉનલોડ કરી શકાય છે?
જવાબ: હા, AnyROR Portal પરથી નકશો PDF તરીકે સેવ કરી શકાય છે.
Q2: TP Scheme Map માટે Login જરૂરી છે?
જવાબ: નહીં, મોટાભાગના નકશા જનતાને ખુલ્લા છે.
Q3: નકશામાં ફેરફાર કે સુધારો કેવી રીતે કરવો?
જવાબ: તે માટે સ્થાનિક તાલુકા કચેરી કે Urban Development Authority માં અરજી કરવી પડે.
Q4: Land map બીજી કઈ રીતે જોય શકાય છે.
જવાબ: બીજી રીતે MyEstatePoint Property Search એપ છે.
સમાપન
AnyRoR પોર્ટલ ગુજરાતમાં Land Map, Land Measurment, જમીન રેકોર્ડ ડિજિટલ બનાવવા માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું છે. હવે ખેડૂતો, રોકાણકારો કે સામાન્ય નાગરિકો પોતાના જમીનના રેકોર્ડ ઘરે બેઠાં ચકાસી શકે છે.