નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ bhumiyo.in ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે AnyRoR Portal પર જમીન સંબંધિત અરજી કેવી રીતે કરવી? તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.
પરિચય
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ AnyRoR (Any Records of Rights) Portal જમીનના રેકોર્ડને ઓનલાઈન જોવા અને સંબંધિત સેવાઓ માટે ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ છે. ખેડૂત મિત્રો અને જમીનધારકો હવે ઘેર બેઠા જમીન સંબંધિત વિવિધ માહિતી મેળવી શકે છે તેમજ કેટલીક અરજી પ્રક્રિયા વિશે માર્ગદર્શન પણ મેળવી શકે છે.
આ લેખમાં આપણે જાણીશું કે AnyRoR Portal પર જમીન સંબંધિત કઈ-કઈ પ્રકારની અરજી થઈ શકે છે અને તેની પ્રક્રિયા શું છે.
AnyRoR Portal ડિટેલ
| આર્ટિકલનો વિષય | AnyRoR Portal પર જમીન સંબંધિત કઈ પ્રકારની અરજી થઈ શકે છે | |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
AnyRoR Portal શું છે?
આ પોર્ટલ એ ગુજરાત સરકારનું સત્તાવાર વેબસાઇટ છે જ્યાંથી:
- 7/12 ઉતારો
- 8-A ખાતા ઉતારો
- હક્કપત્રક
- જૂના રેકોર્ડ (Old Scanned VF6, VF7, VF8A)
- જમીનનો સર્વે નંબર
- ખાતા નંબર મુજબ વિગતો
ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે.
AnyRoR Portal પર કઈ પ્રકારની અરજી થઈ શકે છે?
જ્યારે AnyRoR મુખ્યત્વે રેકોર્ડ જોવા માટે છે, ત્યારે જમીન સંબંધિત નીચે મુજબની અરજીઓ માટે માર્ગદર્શન અથવા પ્રારંભિક પ્રક્રિયા કરી શકાય છે:
- જો 7/12 ઉતારામાં નામ, વિસ્તાર, પાક વિગત અથવા અન્ય માહિતીમાં ભૂલ હોય તો સુધારા માટે અરજી થય શકે છે.
- નામ ચડાવવું (Mutation Entry – વારસદારી / ખરીદી પછી) હોય તો પણ એ કરી શકાય છે.
- જમીનનું વિભાજન કરવાનું હોય તે એ પણ થય શકે છે.
- કોઈ બિન ખેતી થતી હોય તો એની પણ અરજી થય શકે છે.
- જમીનનો નકશો (Land Map) મેળવવા માટે અરજી થઈ શકે છે.
- જમીનના કોઈ જુના રેકોર્ડ જોતા હોય તો તેના માટે અરજી થઈ શકે છે.
- ખાતા એકીકરણ / ખાતા અલગ કરવા માટે અરજી આ પોર્ટલ દ્વારા થય શકે છે.
AnyRoR Gujarat Portal પર જમીન સંબંધિત અરજી કેવી રીતે કરવી?
ઘણા લોકો માને છે કે AnyRoR પરથી સીધી અરજી થાય છે, પરંતુ હકીકતમાં અહીંથી પહેલા જમીનનો રેકોર્ડ ચકાસવો પડે છે અને પછી જરૂરી અરજી e-Dhara / Talati કચેરીમાં કરવી પડે છે. નીચે સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા આપેલી છે.
- સૌથી પહેલા તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો.
- AnyRoR Gujarat Portal વેબસાઇટ ઓપન કરો
- હોમપેજ પર “View Land Record” વિકલ્પ પસંદ કરો
- પછી જમીનની વિગતો પસંદ કરો, જેમ કે જિલ્લો (District), તાલુકો (Taluka), ગામ (Village), Survey Number / Khata Number / Owner Name
- પછી Captcha દાખલ કરો અને “Get Record Detail” પર ક્લિક કરો.
- ઉદાહરણ તરીકે 7/12 અને 8-A રેકોર્ડ ચકાસો
- હવે તમારી જમીનનો રેકોર્ડ દેખાશે: માલિકનું નામ, જમીન વિસ્તાર, સર્વે નંબર, ખેતીની વિગતો જો અહીં કોઈ ભૂલ હોય તો તેની સુધારા માટે અરજી કરી શકાય.
Mutation Entry (ફેરફાર નોંધ) માટે અરજી
જો નીચેની પરિસ્થિતિ હોય તો Mutation અરજી કરવી પડે:
- જમીન ખરીદી પછી નામ ચડાવવું
- વારસદારનું નામ ચડાવવાનું હોય
- ભાગ પાડવાનું હોય તો તે પણ
- કોઈ ને દાનમાં આપવાનું હોય કે હક ટ્રાન્સફર કરવાની હોય તો
પ્રક્રિયા
- નજીકની e-Dhara કચેરી / ગ્રામ પંચાયત પર જવું
- અરજી ફોર્મ ભરવું
- જરૂરી દસ્તાવેજો જોડવા
- ત્યાં તલાટી અરજી નોંધે છે.
અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસો
ફરીથી AnyRoR વેબસાઇટ પર જઈ:
- Mutation Entry Details પસંદ કરો
- જિલ્લો, તાલુકો, ગામનું નામ પસંદ કરો
- ત્યારબાદ એંટ્રી નંબર નાખો
- આટલું તમે નાખશો એટલે તમે ત્યાં સ્ટેટ્સ જોઈ શકો
AnyRoR Portalના ફાયદા
- ઘેર બેઠા જમીન રેકોર્ડ ઉપલબ્ધ થય શકે છે.
- સમય અને ખર્ચ બચત થાય છે.
- ઓનલાઇન સ્ટેટ્સ જોઈ સકાય છે.
- જૂના રેકોર્ડ સરળતાથી પ્રાપ્ત થય જય છે.
વારંવાર પુછાતા FAQs
પ્રશ્ન.1 શું AnyRoR Portal પર સંપૂર્ણ ઓનલાઇન અરજી કરી શકાય?
જવાબ: મોટાભાગની અરજીઓ માટે અંતિમ પ્રક્રિયા ઓફલાઈન કચેરીમાં થાય છે.
પ્રશ્ન.2 Mutation Entryની સ્થિતિ કેવી રીતે ચકાસવી?
જવાબ: AnyRoR વેબસાઇટ પર “Mutation Entry Details” વિકલ્પ દ્વારા.
પ્રશ્ન.3 7/12 ઉતારો મફતમાં મળે છે?
જવાબ: હા, ઓનલાઈન જોવા માટે મફત છે. સત્તાવાર નકલ માટે ફી લાગુ પડે છે.
પ્રશ્ન.4 નામ ચડાવવા કેટલો સમય લાગે?
જવાબ: સામાન્ય રીતે 15 થી 30 દિવસ.
સમાપન
AnyRoR Portal જમીન સંબંધિત માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. જો 7/12 સુધારો, નામ ચડાવવું, જમીન વિભાજન, NA અરજી અથવા અન્ય જમીન સંબંધિત પ્રક્રિયા કરવી હોય તો પહેલા ઓનલાઈન રેકોર્ડ ચકાસો અને પછી યોગ્ય કચેરીમાં અરજી કરો.