જમીન એ આપણા માટે સૌથી કિંમતી સંપત્તિ છે. ખેતી, મકાન, વ્યવસાય કે રોકાણ દરેક ક્ષેત્રમાં જમીનનું મહત્વ છે. પરંતુ જમીનનો યોગ્ય ઉપયોગ અને કાયદેસર હક માટે જમીન માપણી (Land Measurement) કરાવવી ખૂબ જ જરૂરી છે. ખેડૂત, જમીનધારક કે રોકાણકાર માટે જમીનનું ચોક્કસ માપ જાણવું ખૂબ જ જરૂરી છે. સીમા, વિસ્તાર અને નકશો સાચો હોવો એટલે જમીન ઉપરનો તમારો કાયદેસર અધિકાર મજબૂત થવો. આ માટે Land Measurement પદ્ધતિ સમજવી જરૂરી છે.
ભુમિયો એ એવી વેબસાઈટ છે જે જમીન સંબંધિત દસ્તાવેજોની સાચી અને સરળ માહિતી ખેડૂતો અને સામાન્ય લોકો સુધી પહોંચાડે છે. અહીં તમને 7/12, 8A, હકપત્રક, જમીન માપણી તેમજ સરકારની નવી પ્રક્રિયા વિશે સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. સાથે જ, જમીન દસ્તાવેજો કેવી રીતે મેળવવા, કેવી રીતે તપાસવા અને તેની સાચી સમજ મેળવવી તે અંગેની ઉપયોગી માહિતી પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે ભુમિયો પર ઉપલબ્ધ બધી જ માહિતી એકદમ મફતમાં આપવામાં આવે છે. તો દિવસ માં એક વખત જરૂર આપણી આ વેબસાઈટ એટલે કે bhumiyo.in ની વિઝિટ કરો અને રોજ કંઈક નવું જાણો.
જમીન માપણી શું છે?
Land Measurement એટલે સરકાર દ્વારા અધિકૃત સર્વેયર (તાલાટી/મામલતદાર કચેરી દ્વારા નિમણૂક કરાયેલા અધિકારી) જમીનના ચોક્કસ વિસ્તાર, સીમા અને નકશાની નોંધણી કરે તે પ્રક્રિયા.
Land Measurement ની જરૂરિયાત
- જમીન ખરીદ-વેચ સમયે ચોક્કસ સીમા નક્કી કરવા
- પડોશી જમીન સાથેના વિવાદો ટાળવા
- ખેતી માટે સચોટ વિસ્તાર મેળવવા
- સરકારી યોજનાઓ હેઠળ સહાય મેળવવા
- જમીનના કાગળો (7/12, 8A, નકશો) અપડેટ કરવા
જમીન માપણી કઈ બાબત માટે કરાવવી?
ખાતેદાર મુખ્યત્વે નીચે જણાવેલ હેતુઓ માટે જમીન માપણી કરાવવા હોય છે.
- પોતાના ખેતરની જમીનની હદ જાણવા માટે
- લાગુ સરવે નંબરના માલીકે પોતાના ખેતરમાં દબાણ કરેલ છે કે પછી શું? તે જાણવા માટે
- ખેતરની ચતુરસીમા અને બાઉન્ડ્રી માર્ક (બાણ) જાણવા માટે, ક્ષેત્રફળ જાણવા માટે
- ખેતરોના ભાગ / હિસ્સા કરાવવા માટે
- જમીનોની બીન ખેતી થતાં ઉપયોગ માટે
- કલેક્ટરશ્રી તરફથી જમીન ગ્રાન્ટ માટે
- સરકારી જમીન લીઝ / ભાડા પટ્ટા પર મેળવવા
આ ઉપરાંત સરકારી કામે પણ જમીન માપની કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જાહેર હેતુઓ માટે સંપાદન કરવામાં આવતી જમીનોની માપણી જેવી કે રસ્તા, કેનાલ, રેલ્વે, ઔધોગિક સંકુલ, સ્મશાન, રમતા-ગમત વિગેરે
જમીન કઈ રીતે માપવી
જો ખેડૂત આ પદ્ધતિ એટલે કે જમીન માપવાની પદ્ધતિનો લાભ મેળળવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે https://iora.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. જમીન કઈ રીતે માપવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો ત્યાંથી પણ તમે જમીન માપવાની પદ્ધતિની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. તો ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો.
Land Measurement ની પદ્ધતિઓ
જમીન માપવા માટે મુખ્ય રીતે બે રસ્તા છે.
- સરકારી માપણી (અધિકૃત સર્વેયર દ્વારા)
- પ્રાથમિક માપણી (તમે જાતે અંદાજ માટે કરો તે)
1. સરકારી માપણી
જો તમને કાયદેસર સીમા અને નકશો જોઈએ હોય તો જમીન માપણી (Land measurement) માટે સરકારની અધિકૃત સર્વે ટીમ પાસે અરજી કરવી પડે છે.
- અરજી ક્યાં કરવી: iORA Portal અથવા તાલુકા કચેરી
- જરૂરી દસ્તાવેજો: 7/12, 8A, ઓળખપત્ર
- ફી: ₹200 થી ₹2000 (વિસ્તાર મુજબ)
- પરિણામ: અધિકારી સ્થળ પર આવી માપણી કરશે અને તમને સચોટ નકશો અને સીમા પ્રમાણપત્ર આપશે.
2. જાતે અંદાજથી માપણી (Preliminary Measurement)
જો તમને માત્ર અંદાજ જોઈએ તો તમે જાતે પણ જમીન માપી શકો છો.
(ક) પરંપરાગત પદ્ધતિ (ટેપ માપણી)
- માપણી માટે માપડંડ/ટેપ, લાકડી અથવા સાંકળ (ચેન) લો.
- જમીનના ચારેય ખૂણાઓ નક્કી કરો.
- બે બિંદુઓ વચ્ચેની દૂરી માપો.
- વિસ્તાર = લંબાઈ × પહોળાઈ (ચોરસ કે આડાંખોડાં પ્લોટ માટે).
- અનિયમિત આકાર હોય તો નાનાં ચોરસ/ત્રિકોણમાં વહેંચીને વિસ્તાર ગણો.
(ખ) ડિજિટલ પદ્ધતિ (GPS/મોબાઇલ એપ)
- સ્માર્ટફોનમાં “Google Maps”, “Area Calculator” જેવી એપ ઇન્સ્ટોલ કરો.
- જમીન પર જઈ એપમાં પ્લોટની સીમા પોઈન્ટ માર્ક કરો.
- એપ આપોઆપ વિસ્તાર અને પરિમિતિ બતાવી દેશે.
- આ માપણી કાયદેસર નહીં હોય પણ અંદાજ માટે ઉપયોગી છે.
Land Measurement વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
- પડોશી જમીનધારકને જાણ કરી રાખો.
- ખૂણાના ચિન્હો (પથ્થર/સ્ટિક) સાફ દેખાતા હોવા જોઈએ.
- સીમા-વિસ્તાર કાયદેસર પુરાવા માટે માત્ર સરકારી માપણીનો જ આધાર લો.
- કચેરી દ્વારા માપણી માટે જે તારીખ જણાવી હોય તે તારીખે જમીનમાં ખાડા કરવા નાની કોદાળી, ગીચ ઝાડી ઝાંખરાં નડતર હોય તો તે કાપવા ધારીયા તથા માપની સમયે સરવેયરને મદદા કરવા એક-બે મજૂર ખાતેદારે પુરા પાડવાના હોય છે.
- સરવેયરને પોતાનો કબજો ક્યાં છે તે બધું જમીન માલિકે ફરીને બતાવવાનો હોય છે.
- આજુબાજુના સરવે નંબરના ખાતેદારો અને ગામના આગેવાનોને માપણી સમયે (પંચ સભ્ય) હાજર રાખવાની ફરજ જમીન માલિકની હોય છે.
- માપણી કામગીરી શાંતીથી પૂર્ણ થાય તે સારૂ સરવેયરને સહકાર આપવાનો હોય છે તથા સોલેહ શાંતિ જળવાઇ રહે તે જોવાની ફરજ છે.
- માપની પૂર્ણ થયા બાદ પોતાના ખેતરના સરવે નંબરની હદ જાણવાનો હક જમીન માલિકનો છે. અને જો એવું લાગે કે સરવે નંબરના ખાતેદારે દબાણ કરેલ હોય તો તે કેટલુ છે તે જાણવાનો તેનો હક છે.
- સરવે કરવા આવેલ વ્યક્તિએ માપણી અંગેના પંચ રોજકામમાં સહી કરવાની ફરજ છે.
- આ ઉપરાંત સરવેયરે નિયત કરેલ તારીખે કોઇપણ કારણસર માપી શકાય તેમ ન હોય તો જમીન માલિકે કચેરીને અગાઉથી જાણ કરવાની ફરજ છે.
જમીન માપણી માટે જરૂરી દસ્તાવેજો
Land Measurement નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. Land Measurement માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોસે, તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખડાવના થશે.
- અરજદારનું આધાર કાર્ડ ઓળખ પુરાવો
- જમીનનો 7/12 ઉતારો
- 8A ઉતારો
- મિલ્કતનો નકશો (હોઈ તો)
- મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી
જમીન માપણી ઓનલાઇન અરજી પ્રક્રિયા (Step by Step)
ગુજરાત સરકાર દ્વારા જમીન માપણી માટે iORA Portal પર ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે.
ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. Land Measurement જમીન માપણી પદ્ધતિ અને તેની સહાય યોજનામાં જો તમે અરજી કરવા માગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવિયા છે જે તમારે ફોલો કરવાના રહશે.
- https://iora.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- Online Application પર ક્લિક કરો.
- સર્વે વિભાગ પસંદ કરો અને “Land measurement” સેવા પસંદ કરો.
- જરૂરી વિગતો ભરો- જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર.
- અરજદારની વ્યક્તિગત માહિતી ઉમેરો.
- જરૂરી દસ્તાવેજો PDF/JPEG સ્વરૂપે અપલોડ કરો.
- ઓનલાઈન ફી ભર્યા બાદ અરજી સબમિટ કરો.
- અરજી નંબર મેળવી તેને ભવિષ્ય માટે સાચવો.
- નિર્ધારિત તારીખે અધિકારી જમીન માપણી માટે સ્થળ પર આવશે.
જમીન માપણી પછી શું મળશે?
- જમીનનો સચોટ નકશો
- નવી સીમાઓની નોંધણી
- કાયદેસર પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તેવા દસ્તાવેજો
- ખરીદી-વેચાણ સમયે વિશ્વસનીયતા
FAQS
Q.1 એકર જમીન એટલે કેટલા વીઘા?
જવાબ: અલગ અલગ વિસ્તાર માં માપ અલગ હોય છે, ચરોતર માં એક વીઘા= 24 ગુંઠા. અમારા વિસ્તારમાં એક એકર એટલે પોણા બે વીઘા કહે છે. ૧૬ ગુઠા= ૧ વિઘા સોરઠમા ૨,૫ વિઘા થાય છે
Q.2 જમીન ટિપ્પણ એટલે શું?
જવાબ: ખેતરો ના નકશા કે ટિપ્પણ જે તે ખેતરનો મુળ આકાર, સરવે નંબર તથા બાંધમાપ રફ સ્કેચ હોય છે. જુના જમાનામાં જમીનોની માપણી થયેલ હોવાથી આ બાંધમાપ સાંકળઆનામાં આપવામાં આવેલ હોય છે. જયારે જમીનનું /સરવે નંબર નું ક્ષેત્રફળ હવે મેટ્રીક સિસ્ટમ મુજબ હેકટર – આરે – પ્રતિઆરેમાં આપવામાં આવે છે. ટિપ્પણ બે પ્રકાર ના હોય છે.
Q.3 હેક્ટર બરાબર કેટલા એકર?
જવાબ: એક એકર લગભગ 0.405 હેક્ટર છે અને એક હેક્ટરમાં લગભગ 2.47 એકર છે. હેક્ટર (નીચે ડાબી બાજુએ નાનો વાદળી વિસ્તાર) અન્ય એકમો સાથે સરખાવતી છબી.
Q.4 એક ગજ એટલે કેટલા ફૂટ?
જવાબ: ગજ એટલે બે ફુટ.
Q.5 એક ગુંઠા ના કેટલા ફુટ થાય?
જવાબ: ગુંઠા (અથવા ગુંટા) નો મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે ; 1 ગુંઠા = 1,089 ચોરસ ફૂટ, અને 40 ગુંઠા = 1 એકર.
સમાપન
જમીન માપણી એ માત્ર કાયદેસર પ્રક્રિયા જ નથી, પણ આપના અધિકારનો પુરાવો પણ છે. જો જમીન સંબંધિત કોઈ વિવાદ કે અનિશ્ચિતતા હોય તો તરત જમીન માપણી કરાવવી. આથી ભવિષ્યમાં કોર્ટ કેસો, પડોશી સાથેના ઝઘડા અને સરકારી યોજનાઓમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે. જમીન માપવાની યોગ્ય પદ્ધતિ અપનાવીને તમે સીમા-વિસ્તાર વિશે સ્પષ્ટતા મેળવી શકો છો. રોજિંદા અંદાજ માટે મોબાઇલ એપ અથવા ટેપથી માપણી કરો, પરંતુ કાયદેસર દસ્તાવેજ માટે હંમેશા સરકારની અધિકૃત માપણી કરાવવી.