7/12 & 8a Utara ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકો?

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7/12 & 8a Utara, Land Measurement ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીયે.

શું તમે પણ ઘરે બેઠા તમારી જમીનના 7/12 & 8a Utara ઘરે બેઠા ફોનમાં જોવા માંગો છો? તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ચાલો તો વિગતવાર માહિતી મેળવીએ.

પરિચય


ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 & 8a utara માં સમાવેશ કરવામાં આવે છે. આ ઉતારાઓમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર વિશે માહિતી મેળવી શકાય છે. ખેડૂતોઓએ પાક લોન લીધેલી હોય તો પણ જાણી શકાય છે. અને પાક ધિરાણ લોન પણ મેળવી શકાય છે.

7/12 & 8a utara બંને દસ્તાવેજો ગુજરાતમાં ગામ તલાટી અથવા મામલતદાર કચેરીમાંથી મળતા હતા. હવે સરકાર એ સેવા ઓનલાઇન કરી દીધી છે.

7 12 અને 8A ડિટેલ


આર્ટિકલનો વિષય7/12 & 8a Utara ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકો.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના 6, 7/12અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
જમીનની નકલ માટે શું કરવું પડશે.ઓનલાઈન પદ્ધિતી દ્વારા જમીનની નકલ મળશે.
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીhttps://anyror.gujarat.gov.in/

7/12 ઉતારાનો હેતુ


(જમીનની ખેતી અને હાલત બતાવતો દસ્તાવેજ)

  • જમીન વિશે વિગતવાર માહિતી આપવી સર્વે નંબર, વિસ્તાર, જમીનની જાત.
  • ખેડૂતના નામે જમીન છે તે સાબિત કરવું.
  • પાક વીમા/ સહાય યોજના/ બેંક લોન માટે પુરાવા તરીકે.
  • ખેડૂત કેટલો પાક વાવે છે તે દેખાડવા.
  • જમીન પર લોન/ બોજું છે કે નહીં તે દર્શાવવું.
  • જમીન ખરીદી–વેચાણ વખતે “સ્થિતિ” જાણવા માટે ઉપયોગી.

સરળ ભાષામાં ૭/૧૨ ઉતારો બતાવે છે કે જમીનમાં હાલ કોણ ખેતી કરે છે અને તેમાં શું પાક છે.

૮-અ ઉતારાનો હેતુ


(જમીનની માલિકી દર્શાવતો દસ્તાવેજ)

  • જમીનની માલિકી/હક સાબિત કરવા.
  • દરેક માલિકનો હિસ્સો (શેર) સ્પષ્ટ બતાવવા.
  • જમીન ખરીદી-વેચાણ, વારસાગત હક, ટ્રાન્સફર વખતે જરૂરી.
  • કોર્ટ કે સરકારી કાર્યાલયમાં માલિકી પુરાવા તરીકે ઉપયોગી.
  • જમીનની સીમા અને હદબંદી બતાવવા.

સરળ ભાષામાં ૮-અ ઉતારો બતાવે છે કે જમીનની માલિકી કોના નામે છે અને કેટલો હિસ્સો છે.

7/12 & 8a utara ઘરે બેઢા ફોનમાં કઈ રીતના જોઈ શકો સ્ટેપ બાય સ્ટેપ.


  • ગુજરાત સરકારનું AnyRoR Gujarat પોર્ટલ અને iORA પોર્ટલ આ માટે છે.
  • આ વેબસાઈટ https://anyror.gujarat.gov.in પર જાઓ.
  • (આ સત્તાવાર વેબસાઈટ છે.
7/12-8a-Utara
  • વેબસાઈટ પર ગયા બાદ “View Land Record – Rural” પસંદ કરો
  • હોમપેજ પર તમને “View Land Record – Rural” અને “Urban” બે વિકલ્પ જોવા મળશે.
  • ગામની જમીન માટે “Rural” પસંદ કરો.
  • શહેરની જમીન માટે “Urban” પસંદ કરો.
712-Utara-Online
  • ત્યારબાદ રેકોર્ડનો પ્રકાર પસંદ કરો
  • ડ્રોપડાઉન મેનૂમાં તમને 3 વિકલ્પ જોવા મળશે પેલો વિકલ્પ VF-7 (અર્થાત 7/12 ઉતારો), બીજો વિકલ્પ VF-8A (અર્થાત 8A ઉતારો), અને ત્રીજો વિકલ્પ VF-6 Entry Details (એન્ટ્રી વિગત) અહીં તમને જે જોઈએ તે પસંદ કરો.
  • જમીનનો સર્વે/ખસરો નંબર નાખ તેમાં તમારે જિલ્લો (District), તાલુકો (Taluka), ગામ (Village), સર્વે નંબર અથવા ખસરો નંબર આ બધું સાચું નાખ્યા પછી “Get Record Details” ક્લિક કરો.
Land-Measurement

આ બધું થય ગયા પછી રેકોર્ડ જુઓ અને ડાઉનલોડ કરો.

  • તમારી જમીનની વિગતો સ્ક્રીન પર આવશે.
  • ઉપરની બાજુએ “Print” બટન હશે, તેને ક્લિક કરીને PDF અથવા પ્રિન્ટ લઈ શકો છો.
  • આ સેવા સંપૂર્ણપણે મફત છે.

જરૂરી વદસ્તાવેજો


ઑનલાઇન AnyRoR Gujarat પોર્ટલ પરથી 7/12 & 8a utara જોવા માટે કોઈ સ્કૅન કરેલા દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. માત્ર નીચેની વિગતો હોવી જરૂરી છે.

  • જિલ્લો (District)
  • તાલુકો (Taluka)
  • ગામ (Village)
  • સર્વે નંબર / ખાતા નંબર / માલિકનું નામ

આ વિગતો નાખવાથી ઉતારો સ્ક્રીન પર આવી જાય છે. તમે સીધું પ્રિન્ટ કે PDF તરીકે સેવ કરી શકો છો

7/12 & 8a utara ક્યાં ઉપયોગ થાય છે?


  • 7 12 ઉતારો: પાક વીમા, બેંક લોન, સહાય યોજનાઓ, ખાતર–બીજ–રાહત મેળવવા
  • 8-અ ઉતારો: જમીન ખરીદી/વેચાણ સમયે, વારસાગત હક દર્શાવવા, કોર્ટ કેસોમાં માલિકી સાબિત કરવા

ઑનલાઇન 7/12 & 8a ઉતારા મેળવવાનો ફાયદો


  • ઘરે બેઠા જ માહિતી મળી જાય છે.
  • ઓફિસમાં જવાનું અને લાઈનમાં ઉભા રહેવાનું ટાળે.
  • ઝડપી અને પારદર્શક સેવા ઝડપથી મળશે.

ખાસ ધ્યાન


  • ઑનલાઇન મળતો ઉતારો માત્ર માહિતી માટે છે.
  • સરકારી કચેરીમાં અધિકૃત હેતુ માટે “દાખલ કરેલો પ્રમાણિત ઉતારો” (Certified Copy) લેવો પડે.
  • કોઈ ફી લાગતી નથી જો તમે ઘરે બેઠા જુઓ છો.

7/12 અને 8A Utara FAQS


Q.1 7/12 અને 8A નકલ ઓનલાઈન ક્યા પરથી મળે?

જવાબ: સરકારી AnyRoR Gujarat Portal (https://anyror.gujarat.gov.in) પરથી મળે છે.

Q.2 ફોનમાં કેવી રીતે મેળવી શકું?

જવાબ: ફોનના બ્રાઉઝરમાં AnyRoR વેબસાઇટ ખોલી “View Land Record – Rural/Urban” પસંદ કરી VF-7 અથવા VF-8Aમાં માહિતી નાખીને જોઈ શકાય છે.

Q.3 શું આ ઓનલાઈન નકલ માન્ય છે?

જવાબ: ઓનલાઈન નકલ માહિતી માટે માન્ય છે. કોર્ટ કે સરકારી કામમાં ઉપયોગ કરવા Certified Copy e-Dhara કચેરીમાંથી લેવી પડે છે.

Q.4 ઓનલાઇન અરજી કરવા કોઈ ફી છે?

જવાબ: નહી, AnyRoR Portal પરથી રેકોર્ડ જોવો મફત છે.

Q.5 અન્ય એપ્લિકેશન છે?

જવાબ: હા, Google Play Storeમાં “Anyror Gujarat” જેવી સરકારી એપ્સ પણ ઉપલબ્ધ છે.

સમાપન


હવે તમે સમજી ગયા હશો કે ફોનથી 7/12 અને 8A, Land Measurement, Land Survey Number નકલ (AnyRoR Gujarat Portal મારફતે) કેવી રીતે મેળવી શકાય. તો તેના માટે તમારે ઉપર મુજબ રહેલા સ્ટેપ બાય સ્ટેપ ને ફોલો કરવા પડશે.