7 12 utara શું છે? તેનો શું ઉપયોગ? સંપૂર્ણ માહિતી.

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7 12 utara ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય.

7 12 utara ડિટેલ


આર્ટિકલનો વિષય7 12 utara શું છે? તેનો શું ઉપયોગ? સંપૂર્ણ માહિતી.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી અરજી થય શકે છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

7 12 utaro શું છે?


ગુજરાતમાં કૃષિ જમીનની માલિકી અને ઉપયોગનો મુખ્ય પુરાવો 7/12 ઉતારો છે. તેને Land Form Number. 7/12 પણ કહેવામાં આવે છે. તેમાં જમીનના સર્વે નંબર, વિસ્તાર, માલિકનું નામ, જમીનનો પ્રકાર, પાકનું નામ વગેરે મહત્વની વિગતો હોય છે.

જમીનની માલીકી નો પુરાવો એટલે 7/12 નો પુરાવો એટલે 7 12 ની નકલ. તે કઠવા માટે તમારે તાલુકા કચેરી ના ધકા ખાવા પડતા હોય છે. તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડ ની સિસ્ટમ પણ મળી જશે.

7/12 utara Number ઉપયોગ


  1. ગુજરાત રાજ્યના દરેક ખેડૂતને જો પાક લોન લેવી હોય, કોઈ પણ ગુજરાત સરકારની યોજનાનો લાભ લેવો છે, કે પછી બેંક જોડે કોઈ પણ બીજી સહાયતા મેળવવી છે તો તેના માટે 7/12 જોવા જરૂરી છે.
  2. તમારે ભવિષ્યમાં તમારી જમીન વેચવી હોય, કે પછી ખરીદવી હોય તો પણ ત્યાં તમારે 7 12 utara ની કાનૂની પુરાવા માટે જરૂર પડતી હોય છે.
  3. અને આ જમીન જેતે માલિક ની છે અને તે નો જ હક છે તે જાણવા માટે પણ 7/12 જરૂરી છે.
  4. કોર્ટ કેસમાં પુરાવા તરીકે ઉપયોગ થતો હોય છે.
  5. જમીન પરના પાક કે ઉપયોગનો રેકોર્ડ બતાવવા માટે પણ

તમામ માહિતી વિડીયો દ્વારા


જો તમારે 7/12 Utara સિવાય બીજી કોઈ પણ ખેતરને લગતી માહિતી જેવી કે ફોનથી જમીન કઈ રીતે માપવી વગેરે જેવી માહિતી જોતી હોય તો અમારી ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો. ચેનલ પર જઈને માહિતી મેળવી શકો છો. અને અમારી ચેનલની રોજ વિજિટ કરતા રહો ત્યાંથી તમને રોજ ખેડૂતને લગતી માહિતી મળશે.

7 12 utara શું શું લખેલું હોય છે.


  • જમીનનો સર્વે નંબર અથવા ખસરો નંબર હોય છે.
  • જમીનનો વિસ્તાર (હેક્ટર/આર/ચોરસ મીટર)
  • માલિકનું નામ, પિતાનું નામ બધી જ વિગતો.
  • જમીનનો પ્રકાર (સરકારી / ખાનગી / કિસાનના નામે)
  • વાવેતર પાકનું નામ
  • કોઈ હક, બાંધકામ, લોન, કોર્ટ કેસની એન્ટ્રી
  • જમીન પર કોઈ પ્રતિબંધ છે કે નહીં તેની વિગતો.

7/12 utara કેવી રીતે મેળવવો.


1. ઑનલાઇન (AnyRoR પોર્ટલ)

  1. બ્રાઉઝરમાં https://anyror.gujarat.gov.in ખોલો
  2. “View Land Record – 7/12” પસંદ કરો
  3. જિલ્લો – તાલુકો – ગામ પસંદ કરો
  4. સર્વે નંબર અથવા માલિકનું નામ નાખો
  5. Captcha ભરો અને “Get Details” કરો
  6. તમારો ૭/૧૨ ઉતારો સ્ક્રીન પર આવશે (PDF ડાઉનલોડ/પ્રિન્ટ કરી શકો)

મોબાઇલ માટે “AnyRoR Gujarat” એપ પણ Play Store પર છે, જ્યાંથી તમે સીધું જ 7/12 utara ઉતારો જોઈ શકો.

2. ઑફલાઇન

તમારા તાલુકાની જમીન રેકોર્ડ કચેરી/ગ્રામ પંચાયત ખાતે જઈને સર્વે નંબર આપીને ૭/૧૨ ઉતારો મેળવી શકાય છે.

7 12 ઉતારો કાઢવા માટે જરૂરી વિગતો


  • ગામનું નામ
  • સર્વે નંબર અથવા ખસરો નંબર
  • માલિકનું નામ
  • ઓળખ પુરાવો (જેમ કે આધાર કાર્ડ)

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)


Q1: 7 12 utara શું માત્ર ખેડૂતો માટે છે?

જવાબ: મુખ્યત્વે ખેતી જમીન માટે છે, પણ જમીન માલિકો/ખરીદદાર સૌ ઉપયોગ કરી શકે.

Q2: 7/12 utara માં ભૂલ હોય તો શું કરવું?

જવાબ: તાલુકા જમીન રેકોર્ડ કચેરીમાં સુધારાની અરજી કરવી પડે.

Q3: ૮A શું છે?

જવાબ: ૮A એ જમીન માલિકી (Owner’s Account) નો પુરાવો છે. સામાન્ય રીતે ૭/૧૨ સાથે લેવાય છે.

સમાપન


712 ઉતારો કોઈપણ ખેડૂત કે જમીન માલિક માટે મુખ્ય કાનૂની દસ્તાવેજ છે. આજે તે ઓનલાઇન સરળતાથી ઉપલબ્ધ હોવાથી બેંક લોન, સરકારી યોજના, ખરીદી-વેચાણ જેવી બધી પ્રક્રિયા સરળ બની ગઈ છે.