Land Survey No: જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Survey No ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીયે.

પરિચય

જમીનની માલિકી, હદબંધી કે Land Measurement જાણવા માટે “Land Survey No” જરૂરી છે. આ નંબર દ્વારા સરકારના રેકોર્ડમાં તમારી જમીન શોધવી સરળ બને છે. હવે ગુજરાત સરકાર દ્વારા જમીનના સર્વે નંબર ઓનલાઈન પણ જોઈ શકાય છે. તો તમારે પણ ઘરે બેઠા ફોનથી તમારી જમીનના સરવે નંબર જોવા હોય તો આ પોસ્ટ ખાસ તમારા માટે જ છે જે નીચે મુજબ છે.

સર્વે નંબર ડિટેલ


આર્ટિકલનો વિષયLand Survey No: જમીનના સર્વેનંબર ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય?
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના Land Survey No ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
જમીનની નકલ માટે શું કરવું પડશે.ઓનલાઈન પદ્ધિતી દ્વારા જમીનના સર્વેનંબર મળશે.
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીhttps://anyror.gujarat.gov.in/

Land Survey No શું છે?


જમીનના દરેક પ્લોટને એક યુનિક નંબર આપવામાં આવે છે, જેને સર્વે નંબર કહેવામાં આવે છે. આ નંબર 7/12, 8A રેકોર્ડ સાથે જોડાયેલો હોય છે અને તે જમીનનો સરકારી ઓળખપત્ર છે.

Land Survey No ફોનમાં જોવાની રીત


જો તમારે પણ તમારી Land Survey No જોવો હોય તો તેના માટે રીત બેસ્ટ ગણવામાં આવે છે.

  1. ફોનમાં ગુગલ મેપ દ્વારા અને
  2. AnyROR વેબસાઇટ દ્વારા

AnyROR વેબસાઇટ દ્વારા આપણે ઘરે બેઠા Land Survey No કઈ રીતના જોઈ શકાય તેની ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છે. તો નીચે મુજબના સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા.

સર્વેનંબર ઓનલાઇન જરૂરી દસ્તાવેજો


ફોનમાં Land Survey No ઓનલાઇન જોવા માટે કોઈ ખાસ દસ્તાવેજની જરૂર તો નથી પડતી, પણ નીચે મુજાનબના દસ્તાવેજ હોવા જોઈએ. (તમારી પાસે મોબાઈલમાં સ્કેન અથવા ફોટો હોવો જોઈએ)

  1. સર્વે નંબર / ખાતા નંબર / માલિકનુ નામ:
    જમીન વિશેની વિગતો (Survey No., Khata No.) અથવા તમારું નામ.
  2. આધાર કાર્ડ (Aadhaar Card):
    ઓળખ માટે ઘણી વખત જરૂરી થાય છે.
  3. મોબાઈલ નંબર:
    OTP અથવા ભવિષ્યમાં એપ્લિકેશન સ્ટેટસ માટે ઉપયોગી.
  4. કોઈપણ જમીન સંબંધિત જૂના દસ્તાવેજો:
    (જૂનો 7/12 ઉતારા, 8-A, વેચાણદસ્તાવેજ, અથવા માલિકીના દસ્તાવેજો).

ઘરે બેઠા ફોનમાં સર્વે નંબર તપાસવાની રીત


  • AnyROR વેબસાઇટ પર જાઓ
    તમારા સ્માર્ટફોનમાં બ્રાઉઝર (Chrome/Safari) ખોલો.
    વેબસાઇટ: https://anyror.gujarat.gov.in
  • હોમપેજ પર તમને “View Land Record – Rural / Urban” વિકલ્પ દેખાશે.
    જો તમારું ગામ છે તો “Rural”
    જો શહેર છે તો “Urban” પસંદ કરો
Land Survey No: જમીનના સર્વેનંબર ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય
  • જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો
    ડ્રોપડાઉન મેનુમાંથી તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
Land-Measurment
  • વિગતો ભરો
    સર્વે નંબર, માલિકનું નામ, અકાાઉન્ટ નંબર કે 7/12 વિગેરેમાંથી જે માહિતી તમારી પાસે છે તે પસંદ કરો.
land-Survey-Number-Online
  • કૅપ્ચા ભરો અને “Get Record Detail” ક્લિક કરો
    સ્ક્રીન પર તમારી જમીનનો સર્વે નંબર તથા વિગતો દેખાશે.

FAQS (તમારા પ્રસ્નોનાં જવાબ નીચે છે)


Q1. AnyROR વેબસાઇટ શું છે?

જવાબ: ગુજરાત સરકારનો ઓનલાઈન પોર્ટલ છે, જ્યાંથી 7/12, 8A, જમીનનો Land Survey No જેવી વિગતો મફતમાં જોઈ શકાય છે.

Q2. શું મોબાઇલથી પણ સર્વે નંબર જોઈ શકીએ?

જવાબ: હા, AnyROR Gujarat વેબસાઇટ કે મોબાઇલ એપ બંનેમાંથી જોઈ શકાય છે.

Q3. OTP આવશે?

જવાબ: હા, કેટલીક વિગતો જોવા માટે મોબાઈલ પર OTP આવી શકે છે.

Q4. સેવા મફત છે?

જવાબ: હા, AnyROR વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી માહિતી મફતમાં મળે છે.

Q5. શું આ ડિટેલ કાનૂની પુરાવા તરીકે ઉપયોગ કરી શકું?

જવાબ: ઓનલાઇન ઉતારો માહિતી માટે છે. કાનૂની પુરાવા માટે સહીવાળો ઉતારો/ પ્રમાણિત નકલ e-Dhara કેન્દ્રથી લેવી પડે છે.

Q6. શહેરની જમીન માટે પણ આ સેવા ઉપલબ્ધ છે?

જવાબ: હા, Rural (ગામડાં) અને Urban (શહેર) બંને જમીન માટે ઉપલબ્ધ છે.

સમાપન


ગુજરાત સરકારના AnyROR પોર્ટલ અને મોબાઇલ એપના કારણે હવે Land Survey No, Land Measurement, 7/12 Utara અને 8A જેવી માહિતી માટે તલાટી કચેરી જવાની જરૂર નથી. માત્ર થોડા સ્ટેપ્સમાં જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરી, સર્વે નંબર અથવા માલિકનુ નામ નાખી. તમે ઘરે બેઠા તમારા ફોનમાં જ જમીનની માહિતી મેળવી શકો છો. આ સેવા મફત, ઝડપી અને પારદર્શક છે, તેમજ પ્રિન્ટ કે PDF ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ આપે છે.

આ રીતે જમીન માલિકો માટે સમય અને ખર્ચ બંને બચી જાય છે અને માહિતી મેળવવાનો પારદર્શક રસ્તો મળે છે.