નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Survey Number કેવી રીતે કાઢવો? નકલ મફત કેવી રીતે મેળવવી? ઘરે બેઠા ફોનમાં કઈ રીતના સુધારી શકાય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છે.
પરિચય
જમીન સંબંધિત કોઈ પણ કામમાં સર્વે નંબર સૌથી મહત્વપૂર્ણ માહિતી છે. જમીન ખરીદ-વેચાણ, 7/12 ઉતારો, નકશો, માપણી, લોન અથવા સરકારી યોજના માટે સર્વે નંબર ફરજિયાત હોય છે. ઘણા લોકો પાસે 7/12 ઉતારો હોવા છતાં સર્વે નંબર ક્યાંથી અને કેવી રીતે શોધવો તે અંગે ગૂંચવણ હોય છે. આ બ્લોગમાં આપણે Land Survey Number ઓનલાઇન અને ઓફલાઇન કેવી રીતે કાઢવો તે સ્ટેપ-બાય-સ્ટેપ સમજશું.
Land Survey Number ડિટેલ
| આર્ટિકલનો વિષય | Land Survey Number કાઢવાનો સૌવથી સરળ રસ્તો. |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
આ બ્લોગમાં આપણે આટલું જાણીશું
- સૌથી પહેલાં આપણે જાણીશુ જમીન સર્વે નંબરનો પરિચય.
- ત્યારબાદ ટેબલમાં સૉર્ટ માહિતી આપેલી છે.
- પછી જમીનનો સર્વે નંબર શું છે.
- સર્વે નંબર ક્યાં ઉપયોગી થાય છે?
- જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો?
- સર્વે નંબરને લગતા સામાન્ય પ્રશ્નો (FAQs).
- સૌથી છેલ્લે આપણે સમાપન ની વાત કરી.
Land Survey Number શું છે?
Land Survey Number એ સરકાર દ્વારા દરેક જમીનના ટુકડાને આપવામાં આવતો અનન્ય નંબર છે. આ નંબર દ્વારા જમીનનું ક્ષેત્રફળ, માલિકી, નકશો અને અન્ય રેકોર્ડ સરળતાથી ઓળખી શકાય છે.
સર્વે નંબર ક્યાં ઉપયોગી થાય છે?
- 7/12 ઉતારો કાઢવા માટે ખુબજ મહત્વનું છે.
- કોઈ પણ જમીનનો નકશો જોવા.
- ક્યારે પણ આપણે કોઈ પણ જામીનનું વેચાણ/ખરીદી વખતે
- બેંક લોન લેવી હોય કે અને સરકારી યોજનાનો લાભ લેવો હોય ત્યારે સર્વે નંબર ખુબ જ ઉપયોગી થાય છે.
જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો?
Land Survey Number મેળવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી છે, કારણ કે વેચાણ દસ્તાવેજ પર ઉપલબ્ધ છે. જો વેચાણ ખત પર જમીનનો સર્વે નંબર હાજર ન હોય, તો તમારે સૌથી પહેલા વેચનાર સાથે તપાસ કરો. અને તો પણ ન થાય તો પછી ખરીદનાર સ્થાનિક મ્યુનિસિપલ ઓથોરિટી ઓફિસની મુલાકાત લઈ શકે છે અને જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન મેળવી શકે છે. આ જ માહિતી સંબંધિત રાજ્યના જમીન રેકોર્ડ પોર્ટલની મુલાકાત લઈને અને જમીન સર્વે નંબર મેળવવાની રીતો તપાસીને પણ મેળવી શકાય છે.
જમીન સર્વે નંબર ઓનલાઈન કેવી રીતે શોધવો?
સર્વે નંબરનો ઉપયોગ કરીને જમીનની વિગતો શોધવા માટે, તમે સંબંધિત રાજ્યના જમીન સર્વે નંબર પોર્ટલ પર લોગ ઇન કરી શકો છો અને મિલકત વિશે વિગતો મેળવી શકો છો.
- પગલું 1: સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપમાં બ્રાઉઝરમાં AnyRoR Gujarat ની અધિકૃત વેબસાઇટ ખોલો (anyror.gujarat.gov.in)
- પગલું 2: ત્યારબાદ હોમપેજ પર “View Land Record” અથવા “View 7/12 / 8A / Form 6” વિકલ્પ પસંદ કરો.
- પગલું 3: જમીનનો પ્રકાર પસંદ કરો, 1. Rural Land Record (ગ્રામીણ), 2. Urban Land Record (શહેરી) આ બે ઓપ્શનમાંથી એક પસંદ કરો.

- પગલું 4: આટલું થઈ ગયા પછી જિલ્લો (District), તાલુકો (Taluka), ગામ (Village) પસંદ કરો.

- પગલું 5: જો તમને ખાતેદારનું નામ, ખાતા નંબર, સર્વે નંબર / બ્લોક નંબર દ્વારા (જો અડધો નંબર ખબર હોય તો)

- પગલું 6: ખાતેદારનું નામ અથવા ખાતા નંબર નાખી કેપ્ચા કોડ દાખલ કરો.
- પગલું 7: “Get Record” / “View Details” બટન પર ક્લિક કરો.
- પગલું 8: સ્ક્રીન પર જમીનની સંપૂર્ણ માહિતી ખુલશે, જેમાં Survey Number / Block Number, ક્ષેત્રફળ અને માલિકી વિગતો જોવા મળશે
- પગલું 9: રેકોર્ડને PDF તરીકે સેવ કરો અથવા પ્રિન્ટ કાઢો
Land Survey Number સામાન્ય પ્રશ્નો (FAQs)
પ્રશ્ન.1 જમીનના સર્વે નંબર અને બ્લોગ નંબર તે બંને એક જ થાય છે?
જવાબ: ઘણા વિસ્તારોમાં બ્લોગ નંબર = સર્વે નંબર તરીકે ઉપયોગ થાય છે, પરંતુ કેટલીક જગ્યાએ અલગ પણ હોઈ શકે.
પ્રશ્ન.2 Survey Number વગર 7/12 ઉતારો મળી શકે?
જવાબ: હા, ખાતેદારના નામથી પણ શોધી શકાય છે.
પ્રશ્ન.3 ઓનલાઇન સર્વે નંબર કાઢવો મફત છે?
જવાબ: હા, AnyRoR અને UMANG પર સંપૂર્ણ મફત છે.
પ્રશ્ન.4 ખોટો Survey Number દેખાય તો શું કરવું?
જવાબ: એવી સ્થિતિમાં નજીકની e-Dhara કચેરી અથવા મામલતદાર કચેરીમાં અરજી કરીને સુધારો કરાવી શકાય છે.
સમાપન
Land Survey Number જાણવું આજના સમયમાં ખૂબ સરળ બની ગયું છે. AnyRoR Gujarat Portal, UMANG App, અથવા e-Dhara કચેરી દ્વારા તમે થોડા મિનિટમાં સર્વે નંબર મેળવી શકો છો. જમીન સંબંધિત કોઈપણ કામ કરતા પહેલા સર્વે નંબર ચોક્કસ રીતે ચકાસવો અત્યંત જરૂરી છે. જો તમને જમીન, 7/12 Utaro, Land Measurement અથવા ઓનલાઇન અરજી અંગે વધુ માહિતી જોઈએ હોય તો જણાવશો.