Jamin Mapni: હવે જમીન માપવી એ ચપટી વગાડવાનો ખેલ.

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Jamin Mapni ખેડૂતમિત્રો 1 મીનીટમાં મેળવો જમીનની માપણી કઈ રીતે કરવી. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.

પરિચય


આજના ડિજિટલ યુગમાં હવે Jamin Mapni કરવા માટે સરકારી અધિકારી કે માપણી યંત્રની જરૂર નથી. હવે તમે મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠા જ તમારી જમીનની માપણી કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો, જમીન ખરીદ-વેચાણ કરતા લોકો અને જમીન માલિકો માટે આ પદ્ધતિ બહુ ઉપયોગી છે.

Jamin Mapni ડિટેલ


આર્ટિકલનો વિષયJamin mapni: હવે જમીન માપવી એ ચપટી વગાડવાનો ખેલ.
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

Jamin Mapni માટે મોબાઇલ એપ શું છે?


જમીન માપણી એપ એ એવી મોબાઇલ એપ્લિકેશન છે જે GPS (Global Positioning System) અને Google Map ના આધારે જમીનનું ક્ષેત્રફળ માપે છે. આ એપથી તમે જમીનનું માપ એકર, હેક્ટર, ચોરસ મીટર, વીઘા, ગુંઠા વગેરેમાં જાણી શકો છો.

ઘરે બેઠા જમીનની માપણી કરવાની રીત (Step-by-Step)


જો તમે પણ તમારી જમીન કે ખેતરને માપવા કે ડાયરેક્શન ચેક કરવા માંગો છો, તો તમે પણ સરળતાથી મોબાઈલ દ્વારા આ કામને કરી શકો છે. તમે બધા જાણો છો કે આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે, જેના દ્વારા તમે ઘણા કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો ચાલો તમને મોબાઈલથી જમીન કે ખેતર માપવાની રીત જણાવીએ.

Smart Measure (GPS) એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?

  • તમારા મોબાઇલમાં ગુગલ પ્લેય સ્ટોર ખોલો.
  • “Smart Measure (GPS)” સર્ચ કરો.
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  • એપ સંપૂર્ણપણે ફ્રી છે.

Smart Measure (GPS) થી Jamin Mapni કરવાની રીત

  • સૌથી પહેલા તમારા મોબાઇલમાં લોકેશન ચાલુ કરો.
  • પછી તેમાં High Accuracy પસંદ કરો.
  • GPS સારી રીતે સિગ્નલ પકડે તે માટે ખુલ્લી જગ્યા પસંદ કરો.
  • એપ ખોલ્યા પછી “Area Measurement” અથવા “Measure Area” વિકલ્પ પસંદ કરો.
  • નવી માપણી શરૂ કરવા “સ્ટાર્ટ” પર ક્લિક કરો.
  • જમીનના ખૂણાં માર્ક કરો.
  • જમીનના એક ખૂણેથી માપણી શરૂ કરો.
  • જમીનની ચારેય બાજુ ફરીને દરેક ખૂણે GPS પોઈન્ટ માર્ક કરો.
  • જેટલા ખૂણા હશે, તેટલા પોઈન્ટ મૂકી શકો છો.
  • જમીન બંધ થાય ત્યાં સુધી પોઈન્ટ મૂકતા જાવ.
  • બધા પોઈન્ટ મૂકી લીધા પછી “Finish / Calculate” પર ક્લિક કરો.
  • એપ તમને તરત જ જમીનનું ક્ષેત્રફળ બતાવશે.
  • માપણી સેવ કરો.
  • “Save Measurement” વિકલ્પથી માપણી સેવ કરો.
  • Screenshot અથવા Share વિકલ્પથી WhatsApp / Email પર મોકલી શકો છો.

Jamin Mapni તમામ માહિતી વિડીયો દ્વારા


જો તમારે કોઈ પણ ખેતરને લગતી માહિતી જેવી કે ફોનથી જમીન કઈ રીતે માપવી, (Jamin Mapni) વગેરે જેવી માહિતી જોતી હોય તો અમારી ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો. ચેનલ પર જઈને માહિતી મેળવી શકો છો.

Smart Measure (GPS) એપના ફાયદા


  • 1–2 મિનિટમાં જમીનનું માપ.
  • સંપૂર્ણ મફત એપ છે.
  • ઘરે બેઠા માપણી થઇ શકે છે.
  • GPS આધારિત ચોક્કસ અંદાજ મળે છે.
  • માપણી સેવ અને શેર કરવાની સુવિધા પણ છે.

Jamin Mapni વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)


પ્રશ્ન.1 શું એપ દ્વારા માપણી કાનૂની માન્ય છે?

જવાબ: નહીં, એપ દ્વારા માપણી માત્ર માહિતી માટે છે.

પ્રશ્ન.2 GPS વગર Jamin Mapni શક્ય છે?

જવાબ: નહીં, GPS ચાલુ હોવું ફરજિયાત છે.

પ્રશ્ન.3 ગ્રામ્ય વિસ્તારમાં પણ એપ કામ કરે છે?

જવાબ: હા, GPS સિગ્નલ મળતું હોય ત્યાં કામ કરે છે.

પ્રશ્ન.4 એકરથી વીઘામાં માપ જોઈ શકાય?

જવાબ: હા, ઘણી એપ્સમાં Unit Change વિકલ્પ હોય છે.

સમાપન


જો તમને ઝડપથી અને સરળ રીતે જમીનની માપણી (Jamin Mapni) કરવી હોય તો મોબાઇલ એપ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આ ટેકનોલોજી સમય અને પૈસા બંને બચાવે છે. ચોક્કસ કાનૂની ઉપયોગ માટે હંમેશા સરકારી માપણી અને રેકોર્ડ પર આધાર રાખવો.