7/12 Utaro હવે ઘરે બેઠા મેળવો,

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ bhumiyo.in ની વિજિટ કરવી પડશે. જમીનનો 7/12 ઉતારો (7/12 Utaro) હવે ઘરે બેઠા મેળવો, સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં.

પરિચય


આજના ડિજિટલ યુગમાં જમીન સંબંધિત ઘણી સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ એટલે 7/12 Utaro. હવે તમને સરકારી કચેરીઓમાં ચક્કર મારવાની જરૂર નથી – તમે ઘરે બેઠા જ 7/12 ઉતારો સરળતાથી મેળવી શકો છો.

7/12 Utaro Detail


આર્ટિકલનો વિષયજમીનનો 7/12 Utaro હવે ઘરે બેઠા મેળવો, સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

7/12 ઉતારો શું છે?


Utaro 7/12 એટલે જમીનનો રેકોર્ડ જે “ફોર્મ 7” અને “ફોર્મ 12”ની માહિતીનો સંયુક્ત દસ્તાવેજ છે.

તેમાં નીચેની માહિતી આપવામાં આવેલી હોય છે.

  • 7/12 ઉતારામાં જમીન કોના નામે છે તે મલિકનું નામ.
  • ત્યારબાદ સર્વે નંબર / ગટ નંબર આપવામાં આવશે.
  • જમીનનું ક્ષેત્રફળ
  • જમીનનો પ્રકાર (ખેતી / નોન-એગ્રીકલ્ચર)
  • પછી જમીનમાં જે પાક ઉગાડેલ છે તે પાકની માહિતી આપવામાં આવશે.
  • ત્યારબાદ જો જમીનમાં લોન લીધેલ છે કે કોઈ પણ પ્રકારનો બોજો છે તો તે પણ બતાવામાં આવશે.

7/12 Utaro મહત્વ


7/12 ઉતારો ઘણા કામોમાં જરૂરી બને છે જેમ કે:

  • બેંકમાંથી લોન લેવા
  • જમીનની ખરીદી કરવા / વેચાણ કરવા
  • કાનૂની પુરાવા તરીકે
  • ખેડૂત યોજનાઓ માટે અરજી
  • સબસિડી મેળવવા.

ઘરે બેઠા 7/12 ઉતારો ઓનલાઈન કેવી રીતે મેળવો?


જો તમે પણ તમારી જમીનના રેકૉર્ડ ચેક કરવા માંગો છો, તો તમે પણ સરળતાથી મોબાઈલ દ્વારા આ કામને કરી શકો છે. તમે બધા જાણો છો કે આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે, જેના દ્વારા તમે ઘણા કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો ચાલો તમને ઓનલાઈન 7/12 Utaro કઈ રીતે જોવો તે રીત જાણીયે.

  1. તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર માં AnyRoR Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  2. હોમપેજ પર “View Land Record” અથવા “View 7/12” વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  3. ત્યારબાદ માહિતી પસંદ કરવાની રહશે જેમ કે તમારો જિલ્લો (District) પસંદ કરો, તાલુકો (Taluka) પસંદ કરો, ગામ (Village) પસંદ કરો.
  4. તમે નીચેની રીતે 7/12 ઉતારો શોધી શકો છો, જેમ કે સર્વે નંબર દ્વારા, ખાતા નંબર દ્વારા, પછી માલિકના નામ દ્વારા તેમાંથી ગમે તે એક પસંદ કરો.
  5. પસંદ કરેલી રીત મુજબ માહિતી દાખલ કરો અને Captcha કોડ નાખો.
  6. બટન પર ક્લિક કરતાં જ તમારો 7/12 ઉતારો સ્ક્રીન પર દેખાશે.
  7. તમે આ ઉતારો PDF માં સેવ કરી શકો છો અથવા સીધો પ્રિન્ટ લઈ શકો છો.

ઓફલાઈન 7/12 Utaro કેવી રીતે મેળવવો?

  1. સૌથી પહેલા તમારા તાલુકાના e-Dhara Kendra અથવા ગ્રામ પંચાયત કચેરી પર જાઓ.
  2. ત્યાં ગયા બાદ કાઉન્ટર પર 7/12 ઉતારો માટે અરજી કરો તેમ લખેલ હશે, ત્યાં જરૂરી માહિતી (Survey Number / Owner Name) આપો.
  3. ઓપરેટર તમારા આપેલા ડેટા મુજબ જમીન રેકોર્ડ ચેક કરશે.
  4. તમારી માહિતી સાચી છે કે નહીં તેની પુષ્ટિ કરશે.
  5. સામાન્ય રીતે ₹10 થી ₹30 જેટલી ફી લેવામાં આવે છે (ફી વિસ્તાર મુજબ થોડી બદલાઈ શકે).
  6. તમને પ્રિન્ટેડ 7/12 ઉતારો આપવામાં આવશે જેમાં સત્તાવાર સહી અને મોહર હશે.

ઓફલાઈન ઉતારાના ફાયદા

  • સરકારી સહી-મોહર સાથેનો અધિકૃત દસ્તાવેજ હશે.
  • જે કોર્ટ અને બેંકમાં માન્ય ગણવામાં આવશે.
  • લોન અને કાનૂની કામ માટે ઉપયોગી નીવડશે.

7/12 Utaro FAQs


પ્રશ્ન 1. શું 7/12 ઉતારો મફતમાં જોઈ શકાય છે?

જવાબ: હા, AnyRoR વેબસાઈટ પર મફતમાં જોઈ શકાય છે.

પ્રશ્ન 2. શું ઓનલાઈન 7/12 Utaro કાનૂની માન્ય છે?

જવાબ: સામાન્ય માહિતી માટે માન્ય છે, પરંતુ ઓફિશિયલ કામ માટે સહીવાળો નકલ જરૂરી પડી શકે.

પ્રશ્ન 3. મોબાઇલથી ઉતારો જોવો શક્ય છે?

જવાબ: હા, UMANG App દ્વારા સરળતાથી જોઈ શકાય છે.

પ્રશ્ન 4.ઓફલાઈન ઉતારો કેટલો સમય લાગે છે?

જવાબ: સામાન્ય રીતે 10–15 મિનિટમાં મળી જાય છે.

પ્રશ્ન 5. શું 7/12 Utaro કાનૂની રીતે માન્ય છે?

જવાબ: હા, ખાસ કરીને સહી અને મોહરવાળો ઓફલાઈન ઉતારો સંપૂર્ણ માન્ય હોય છે.

સમાપન


હવે 7/12 ઉતારો (7/12 Utaro) મેળવવો બહુ સરળ બની ગયો છે. તમે ઘરે બેઠા થોડા મિનિટોમાં ઓનલાઈન જમીનનો રેકોર્ડ જોઈ શકો છો, જેમ કે Satbar utaro online, Land survey, land masurmenent, વગેરે જાણી શકો છો. આ સુવિધા ખેડૂત અને સામાન્ય લોકો માટે ખૂબ ઉપયોગી છે.