Land Survey Number: જમીન સર્વે નંબર કાઢવાનો સૌથી સરળ રસ્તો.

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Survey Number: જમીન સર્વે નંબર કાઢવાનો સૌથી સરળ રસ્તો. 1 મીનીટમાં મેળવો જમીનનો સર્વે નંબર. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય તેની બેસ્ટ રીત.

પરિચય


જમીન સંબંધિત કોઈ પણ કામ જેમ કે ખરીદ-વેચાણ, લોન, વારસાઈ, નામ ફેરફાર કે માપણી માટે Land Survey Number સૌથી મહત્વનો દસ્તાવેજી આધાર છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે જમીનનો સર્વે નંબર કેવી રીતે ચેક કરવો. આ બ્લોગમાં આપણે જમીનનો સર્વે નંબર ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે કેવી રીતે તપાસવો તે સરળ ભાષામાં જાણીશું.

Land Survey Number Check ડિટેલ


આર્ટિકલનો વિષયLand Survey Number: જમીન સર્વે નંબર કાઢવાનો સૌથી સરળ રસ્તો.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

Survey Number Check કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


  • સાચું ગામ અને તાલુકો પસંદ કરો.
  • નામની સ્પેલીગમાં ભૂલ ન કરો સાચો જ સ્પેલિંગ નાખો.
  • જૂના અને નવા સર્વે નંબર સરખા ચેક કરો.
  • તમને જો કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો એ ધર્મકોઈ ભૂલ હોય તો e-Dharaમાં અરજી કરો

Land Survey Number કેવી રીતે શોધવો?


જમીનની માલીકીનો પુરાવો એટલે Land Survey Number જમીનનો નકશો કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે. નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ કરો.

ઓનલાઈન

  • સૌપ્રથમ ગુજરાત સરકારની જમીન રેકોર્ડ વેબસાઇટ AnyRoR Gujarat ખોલો.
  • View Land Record (Rural / Urban) પર ક્લિક કરો.
  • ત્યારબાદ વિસ્તાર પસંદ કરો, જેમ કે જિલ્લો, તાલુકો, ગામ.
  • ખાતેદારના નામથી વિકલ્પ પસંદ કરો.
  • જમીન માલિકનું પૂર્ણ નામ અથવા અટક દાખલ કરો.
  • સૂચિમાંથી સાચું નામ પસંદ કરો.
  • સ્ક્રીન પર દેખાતું કેપ્ચા કોડ યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે Get Record બટન પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર જમીનનો 7/12 ઉતારો ખુલશે, જેમાં તમે જોઈ શકશો: Survey Number, Block Number, જમીન ક્ષેત્રફળ, ખાતેદારનું નામ વગેરે જોવા મળશે.

ઓફલાઈન

જો ઈન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો તમે નીચે મુજબ ચેક કરી શકો છો:

  • તમારી જમીન જે ગામમાં આવેલી છે તે ગામની તલાટી કમ મંત્રી કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરી પર જાઓ.
  • તલાટીશ્રીને નીચેની માહિતી આપો: જમીન માલિકનું નામ / પિતાનું નામ, ગામનું નામ, અંદાજિત જમીનનું સ્થાન, જૂનો દસ્તાવેજ (હોય તો) વગેરેની માહિતી આપો.
  • તલાટી કચેરીમાં ઉપલબ્ધ રેકોર્ડ પરથી તપાસ થાય છે, જેમ કે: જૂનો 7/12 ઉતારો, 8A ખાતા ઉતારો, ગામનો ફેરફાર રજીસ્ટર, ગામનો નકશો, આ દસ્તાવેજોમાંથી તમારો સર્વે નંબર, બ્લોક નંબર શોધી આપવામાં આવે છે.
  • જમીન જૂની હોય અથવા રેકોર્ડ જટિલ હોય તો, મામલતદાર / જમીન માપણી વિભાગમાં અરજી કરી શકો છો.
  • ત્યાંથી જૂનો સર્વે નંબર, નવો બ્લોક નંબર જમીન માપણી માહિતી મળી શકે છે.

ઑફલાઈન સર્વે નંબર ચેક કરવા માટે જરૂરી દસ્તાવેજ


સર્વે નંબર ઓફલાઈન જોવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજ હોવા જરૂરી છે, તે નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • આધાર કાર્ડ
  • જમીન માલિકનો ઓળખ પુરાવો
  • જૂનો 7/12 / વેચાણ દસ્તાવેજ (હોય તો)
  • વારસાઈ દસ્તાવેજ (જમીન વારસામાં મળી હોય તો

FAQs – Land Survey Number Check


પ્ર. 1. સર્વે નંબર વગર જમીન શોધી શકાય?

જવાબ: હા, માલિકના નામથી પણ જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

પ્ર. 2. Survey Number Online ફ્રીમાં જોઈ શકાય?

જવાબ: હા, સરકારી પોર્ટલ પર સંપૂર્ણપણે મફત છે.

પ્ર. 3. Land Survey Number ખોટો હોય તો શું કરવું?

જવાબ: તમે e-Dhara કેન્દ્રમાં સુધારા માટે અરજી કરી શકો છો.

સમાપન


આજના ડિજિટલ યુગમાં Land Survey Number Check કરવું ખૂબ જ સરળ બની ગયું છે. તમે ઘર બેઠા મોબાઇલ કે કમ્પ્યુટરથી તમારી જમીનની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જમીન સંબંધિત કોઈપણ વ્યવહારમાં સર્વે નંબર ચેક કરવો ખૂબ જ જરૂરી છે.