નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7 12 Utaro: 7 12 ઉતારાની નકલ મફત કેવી રીતે મેળવવી? ઘરે બેઠા ફોનમાં કઈ રીતના સુધારી શકાય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.
પરિચય
જમીન સંબંધિત કોઈ પણ કામ માટે 7 12 utaro (Satbara Utara) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જમીનની માલિકી, વિસ્તાર, પાકની વિગતો, બોજા વગેરે માહિતી 7/12 ઉતારામાં જોવા મળે છે. ઘણા લોકો માને છે કે 7/12 ઉતારો મેળવવા માટે ફી ભરવી પડે, પરંતુ હકીકતમાં 7/12 ઉતારાની નકલ મફતમાં પણ મેળવી શકાય છે.
7 12 Utaro ડિટેલ
| આર્ટિકલનો વિષય | 7 12 ઉતારાની નકલ મફત કેવી રીતે મેળવવી? |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
આ બ્લોગમાં આપણે જાણીશું
- ઓનલાઈન મફત 7/12 ઉતારો કેવી રીતે મેળવવો તેની વાત.
- પછી મોબાઇલ એપથી મફત નકલ.
- ઓફલાઈન રીતે મફત નકલ મેળવવાની રીત.
- સૌથી છેલ્લે આપડે જોઇશુ મહત્વપૂર્ણ ટીપ્સ અને FAQs.
7 12 utaro મફતમાં મોબાઇલ એપથી કેવી રીતે મેળવવો?
Digital Gujarat / Land Records App
સરકાર દ્વારા ઉપલબ્ધ કેટલીક એપ્સમાં પણ 7/12 ઉતારો મફતમાં જોઈ શકાય છે.
સ્ટેપ્સ:
- સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપ પર પ્લેય સ્ટોરમાંથી અધિકૃત Land Records App ઇન્સ્ટોલ કરો.
- ત્યારબાદ રાજ્ય તરીકે “Gujarat” પસંદ કરો.
- પછી ગામ, તાલુકો અને સર્વે નંબર દાખલ કરો.
- આટલું કરશો એટલે તમને 7/12 ઉતારો સ્ક્રીન પર જોઈ શકો છો.
- PDF સેવ કરી શકો છો (ફ્રી).
7/12 ઉતારાની મફત નકલ ઓફલાઈન રીત
ગામ તલાટી / ગ્રામ પંચાયત દ્વારા
જો તમને ઓનલાઈન સુવિધા ન હોય તો:
- તમારા ગામના તલાટી-કમ-મંત્રી પાસે સંપર્ક કરો.
- માહિતી માટે 7 12 utaro મફતમાં બતાવવામાં આવે છે.
- ઘણી જગ્યાએ સામાન્ય નકલ ફી વગર મળી જાય છે.
નોંધ:
- પ્રમાણિત (Certified) નકલ માટે થોડી ફી લાગુ પડે છે.
- પરંતુ સામાન્ય માહિતી માટેની નકલ મફત હોય છે.
7/12 ઉતારાની મફત નકલ ક્યાં ઉપયોગી છે?
- જમીન માહિતી ચકાસવા માટે ઉપયોગી થશે.
- કોઈ પણ પાકની નોંધણી કરવી હોય તો તેના માટે.
- માંગતા હોય છે તો તેના માટે લોન પ્રક્રિયા પહેલા માહિતી માટે.
- જો તમારે જમીનની ખરીદ-વેચાણ કરવી હોય તો તેની પહેલા ચકાસણી માટે ઉપયોગમાં આવે છે, તો ત્યાં પણ આ માહિતી કામ આવતી હોય છે.
7 12 utaro FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. 7/12 ઉતારો ખરેખર મફતમાં મળે છે?
જવાબ: હા, AnyRoR Gujarat પરથી માહિતી માટે 7/12 ઉતારો સંપૂર્ણ મફતમાં જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે.
Q2. મફત 7 12 utaro કાયદેસર માન્ય છે?
જવાબ: માહિતી માટે માન્ય છે, પરંતુ અધિકૃત કામ માટે પ્રમાણિત નકલ જરૂરી છે.
Q3. સર્ટિફાઈડ 7/12 ઉતારો મફતમાં મળે છે?
જવાબ: ના, પ્રમાણિત નકલ માટે સરકાર દ્વારા નક્કી કરેલી ફી ભરવી પડે છે.
Q4. મોબાઇલથી 7 12 utaro મફતમાં કેવી રીતે મેળવવો?
જવાબ: સરકારી અથવા વિશ્વસનીય Land Records App / AnyRoR Portal દ્વારા મોબાઇલમાં 7/12 ઉતારો મફતમાં જોઈ શકાય છે અને PDF સેવ કરી શકાય છે.
નિષ્કર્ષ
જો તમને માત્ર જમીનની માહિતી જોઈતી હોય તો 7 12 utaro ની નકલ, Land Management, land survey no મફતમાં AnyRoR Gujarat Portal, Mobile App, ગામ તલાટી પાસેથી સરળતાથી મેળવી શકાય છે. આ માહિતી દરેક ખેડૂત અને જમીન માલિક માટે ખૂબ ઉપયોગી છે.